IPL 2024સ્પોર્ટસ

મોખરાના સ્થાન માટે કોલકાતા-રાજસ્થાન વચ્ચે રેસ, ત્રીજા-ચોથા ક્રમ માટે ચાર ટીમ વચ્ચે રસાકસી

કોલકાતા: ગુરુવારની પંજાબ-બેન્ગલૂરુ મૅચ (સાંજે 7.30 વાગ્યે શરૂ થનારી મૅચમાં) અને શુક્રવારની ગુજરાત-ચેન્નઈ મૅચ (સાંજે 7.30 વાગ્યે શરૂ થનારી મૅચમાં) બાદ શનિવારે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા અને મુંબઈ વચ્ચે મુકાબલો થશે. જોકે શનિવારની એ મૅચ બે વિરોધાભાસી પ્રકારની વચ્ચેની છે. કોલકાતાની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે છે અને મુંબઈની ટીમ પ્લે-ઑફની રેસ (નૉકઆઉટ રાઉન્ડ)માંથી બહાર થઈ જનારી પ્રથમ ટીમ બની છે.

પ્લે-ઑફનું ફૉર્મેટ એવું છે કે 14-14 મૅચના લીગ રાઉન્ડને અંતે જે ટીમ નંબર-વન પર હોય એણે ક્વૉલિફાયર-વનમાં નંબર-ટૂ ટીમ સામે રમવાનું હોય. એમાં જીતનારી ટીમ સીધી ફાઇનલમાં જશે અને પરાજિત ટીમે ત્રીજા-ચોથા નંબરની મૅચમાં વિજેતા થનારી ટીમ સામે રમવું પડે અને એમાં જીતનારી ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે.


બુધવારે આઇપીએલની 17મી સીઝનમાં 57 મૅચ રમાઈ ચૂકી હતી. શનિવારે (સાંજે 7.30 વાગ્યે શરૂ થનારી મૅચમાં) મુંબઈને હરાવીને કોલકાતા 18 પૉઇન્ટ લઈને પ્લે-ઑફમાં જનારી પ્રથમ ટીમ બની શકશે.


એ પછીના દિવસે (રવિવારે, બપોરે 3.30 વાગ્યાથી) ચેપૉકમાં ચેન્નઈ સામે જીતીને રાજસ્થાનની ટીમ 18 પૉઇન્ટ સાથે પ્લે-ઑફમાં જનારી બીજી ટીમ બની શકશે.


જોકે શનિવારે ઈડનમાં મુંબઈ જો કોલકાતાને હરાવશે તો રવિવારે ચેન્નઈ સામે વિજય મેળવીને રાજસ્થાન પ્લે-ઑફમાં એન્ટ્રી કરનારી પ્રથમ ટીમ બની શકશે.


પૉઇન્ટ્સ-ટેબલમાં પહેલા સ્થાન પર રહેવા માટે કોલકાતા અને રાજસ્થાન વચ્ચે રસાકસી થઈ શકે. હાલમાં કોલકાતાનો નેટ રનરેટ (+1.453) રાજસ્થાનના રનરેટ (+0.476)કરતાં ઘણો સારો છે.


ત્રીજા-ચોથા સ્થાન માટે ચાર ટીમ વચ્ચે જોરદાર હરીફાઈ છે. એમાં ત્રીજા નંબરના હૈદરાબાદ, ચોથા નંબરના ચેન્નઈ, પાંચમા નંબરના દિલ્હી અને છઠ્ઠા નંબરના લખનઊનો સમાવેશ છે. આ ચારમાંથી કોઈ એક ટીમ પહેલા કે બીજા સ્થાને આવી શકે.


છેવટની ચાર ટીમની વાત કરીએ તો નવમા નંબરની મુંબઈની ટીમ નૉકઆઉટની બહાર થઈ ચૂકી છે, જ્યારે બેન્ગલૂરુ તેમ જ પંજાબ અને ગુજરાતના આઠ-આઠ પૉઇન્ટ છે અને પ્લે-ઑફમાં જવાની આ ત્રણ ટીમની સંભાવના નહીંવત છે.

બુધવાર સુધીમાં કોના કેટલા પૉઇન્ટ, કેટલી મૅચ રમવાની બાકી

(1) કોલકાતા: 16 પૉઇન્ટ, +1.453 રનરેટ, બાકીની મૅચો (મુંબઈ, ગુજરાત, રાજસ્થાન સામે)
(2) રાજસ્થાન: 16 પૉઇન્ટ, +0.476 રનરેટ, બાકીની મૅચો (ચેન્નઈ, પંજાબ, કોલકાતા સામે)
(3) હૈદરાબાદ: 14 પૉઇન્ટ, +0.406 રનરેટ, બાકીની મૅચો (ગુજરાત, પંજાબ સામે)
(4) ચેન્નઈ: 12 પૉઇન્ટ, +0.700 રનરેટ, બાકીની મૅચો (ગુજરાત, રાજસ્થાન, બેન્ગલૂરુ સામે)
(5) દિલ્હી: 12 પૉઇન્ટ, -0.316 રનરેટ, બાકીની મૅચો (બેન્ગલૂરુ, લખનઊ સામે)
(6) લખનઊ: 12 પૉઇન્ટ, -0.769 રનરેટ, બાકીની મૅચો (દિલ્હી, મુંબઈ સામે)
(7) બેન્ગલૂરુ: 8 પૉઇન્ટ, -0.049 રનરેટ, બાકીની મૅચો (પંજાબ, દિલ્હી, ચેન્નઈ સામે)
(8) પંજાબ: 8 પૉઇન્ટ, -0.187 રનરેટ, બાકીની મૅચો (બેન્ગલૂરુ, રાજસ્થાન, હૈદરાબાદ સામે)
(9) મુંબઈ: 8 પૉઇન્ટ, -0.212 રનરેટ, બાકીની મૅચો (કોલકાતા, લખનઊ સામે)
(10) ગુજરાત: 8 પૉઇન્ટ, -1.320 રનરેટ, બાકીની મૅચો (ચેન્નઈ, કોલકાતા, હૈદરાબાદ સામે)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button