મનોરંજન

આ અભિનેત્રીના પ્રાઈવેટ ફોટા થયા વાયરલ, તો ફેન્સે આપી આવી પ્રતિક્રિયા

સોશિયલ મીડિયાના જમાનામાં સેલેબ્સના પ્રાઈવેટ મોમેન્ટ્સ ઘણીવાર લીક થતી રહે છે, જે એક ગંભીર મુદ્દો છે. હવે કન્નડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી જ્યોતિ રોય વિશે પણ આવા સમાચાર આવી રહ્યા છે. સાઉથ એક્ટ્રેસનો ઈન્ટિમેટ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. જોકે સારી વાત એ છે કે આ વીડિયોની ફેન્સે મજા નથી લીધી પરંતુ તેના પ્રત્યે હમદર્દી બતાવી છે અને જેમણે લીક કર્યો તેમની સામે રોષ વ્યક્ત કર્યો છે.

એક યુઝરે સોશિયલ મીડિયા પર એક્ટ્રેસના ઘણા વીડિયો અને ખાનગી ફોટા વાયરલ કર્યા હતા. આ પછી અજાણ્યા વ્યક્તિએ અભિનેત્રીને એમ પણ કહ્યું કે તે તેનો વીડિયો યુટ્યુબ પર અપલોડ કરે. લોકપ્રિય અને પ્રતિષ્ઠિત અભિનેત્રી સાથે આવું થતું જોઈને તેના ચાહકો ખૂબ નારાજ છે. ચાહકોએ અભિનેત્રીની ગોપનીયતાનો ભંગ કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર બેંગલુરુ પોલીસને ટેગ કરી રહ્યાં છે અને આ કેસની વહેલી તકે તપાસની માંગ કરી રહ્યા છે.



જ્યોતિ રોય કન્નડ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. અભિનેત્રીએ તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મોથી કરી હતી, પરંતુ થોડા સમય પછી તે ટીવી ઇન્ડસ્ટ્રી તરફ આગળ વધી. તેની અભિનય કારકિર્દીમાં તેણે અત્યાર સુધીમાં 20 થી વધુ શોમાં કામ કર્યું છે. હાલમાં અભિનેત્રી ટીવી શો ગુપ્તાન્તા માનુસુમાં જોવા મળે છે.

જ્યોતિ અવારનવાર સોશિયલ મીડિયા પર તેની ખૂબસૂરત તસવીરો અને વીડિયો પોસ્ટ કરે છે, જેની તેના ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 465 હજાર ફોલોઅર્સ છે. તેમના ફોલોઅર્સની સંખ્યા દરરોજ વધી રહી છે.


જ્યોતિ રોય યુવા દિગ્દર્શક સુકુ પૂર્વજ સાથે રિલેશનશિપમાં છે. આ વર્ષની શરૂઆતમાં, બંનેએ તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. સુકુ અને જ્યોતિની સગાઈ થઈ ગઈ છે. આ કપલે એમ પણ કહ્યું છે કે સગાઈ બાદ તેઓ જલ્દી લગ્ન કરીને સેટલ થઈ જશે. 20 વર્ષની ઉંમરે, જ્યોતિના લગ્ન પદ્મનાભ સાથે થયા હતા. લગ્ન બાદ બંનેને એક પુત્ર થયો જે હવે 11 વર્ષનો છે. છૂટાછેડા પછી જ્યારે જ્યોતિ પદ્મનાભથી અલગ થઈ ગઈ ત્યારે તેમના લગ્ન વિશે ઘણી વાતો થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button