PM Narendra Modi કરશે મુંબઈમાં Road Show, એક જ મંચ પર આવશે Thackeray અને Modi…
મુંબઈઃ દેશભરમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, અને મતદાનના ત્રણ તબક્કા પાર પડ્યા છે અને પાંચમા તબક્કામાં મુંબઈની છ બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે 12-13 દિવસનો સમય લાગ્યો હતો અને એ સમેય મુંબઈમાં પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. દરમિયાન મુંબઈના ઉમેદવારના પ્રચાર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15મી અને 16મી મેના મુંબઈની મુલાકાત આવવાના છે અને આ બધા વચ્ચે મહત્ત્વની માહિતી એવી સામે આવી રહી છે કે રોડ શો બાદ દાદરના શિવાજી પાર્કમાં યોજાનારી સભામાં મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે પણ ઉપસ્થિત રહેશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની મુલાકાત દરમિયાન ઘાટકોપર-મુલુંડ વચ્ચે રોડ શો કરશે અને અહીંથી સાસંદ મનોજ કોટકનું પત્તુ કાપીને મિહિર કોટેચાને ઉમેદવાદી આપવામાં આવી છે. મિહિર કોટેચા ઠાકરે જૂથના સંજય દીના પાટીલ સામે મેદાનમાં ઉતરશે. પરિણામે આ રોડ શોનો ફાયદો મિહિર કોટેચાને થઈ શકે છે.
પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન મુલુંડમાં હેલિપેડ બનાવવામાં આવ્યું છે અને પીએમ મોદીનું હેલિકોપ્ટર અહીં ઉતરશે અને અહીંથી તેઓ એલબીએસ રોડ પરથી ઘાટકોપર પહોંચશે, એવી માહિતી પણ સાધનો દ્વારા આપવામાં આવ્યું છે. મહાયુતિની અંતિમ સભા 17મી મેના શિવાજી પાર્ક પર યોજાશે. જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે ભાજપની સભામાં સામેલ થશે એવું મનસેના નેતા બાળા નાંદગાવકરે આપી હતી.
લોકભાની ચૂંટણીની પાર્શ્વભૂમિ પર શિવાજી પાર્ત ખાતે સભાનું આયોજન કરવા માટે વિવિધ પક્ષો દ્વારા મુંબઈ મહાપાલિકા પાસે અરજીઓ આવી છે. 17મી મેના શિવાજી પાર્ક ખાતે સભા યોજના માટે મુંભઈ મહાનગર પાલિકા પાસે મનસે અને ઠાકરે જૂથ દ્વારા અરજી કરવામાં આવી છે. આ અરજી બાબતે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ ઠાકરે જૂથને સભા માટે પરવાનગી મળે એવી શક્યતા ઓછી હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. જ્યારે ભાજપના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શિવાજી પાર્કમાં 17મી મેના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાશે, જેમાં રાજ ઠાકરે પણ ઉપસ્થિત રહેશે.