
લખનઊ સુપર જાયન્ટ્સ (lsg)ના માલિક sanjiv Goenkaનો ટીમના કેપ્ટન KL Rahul સાથેનો એક વિડીયો હાલમાં ચર્ચામાં છે. આ વિડીયો સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઊ સુપર જાયન્ટ્સની ipl-2024ની 57મી મેચ પછીનો છે. આ મેચમાં લખનઊને હૈદરાબાદના હાથે દસ વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં lsgના માલિક મેચ બાદ કેપ્ટન કે એલ રાહુલને ઠપકો આપતા જોવા મળે છે. આ વિડીયો વાયરલ થયા બાદ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો તેને દયાનીય ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકો તેમના માલિકોને સુકાની સાથે આવું વર્તન ન કરવાની સલાહ પણ આપી રહ્યા છે. કેટલાક ચાહકોએ કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરુખ ખાનને યાદ કર્યો હતો, જે હંમેશા તેની ટીમનું મનોબળ વધારતો જોવા મળે છે.”
વીડિયોમાં જોઈ શકાય છે કે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમના માલિક સંજીવ ગોએન્કા ટીમના સુકાની કે એલ રાહુલને ખૂબ જ ખરાબ રીતે વઢી રહ્યા હતા અને રાહુલ તેમની સામે સંપૂર્ણપણે અસ્વસ્થ અને લાચાર દેખાઈ રહ્યો હતો.
આ વાયરલ વીડિયોને જોઈને રાહુલના ફેન ખૂબ જ ગુસ્સામાં આવી ગયા છે અને તેઓ કરી રહ્યા છે અને કમેન્ટ પણ કરી રહ્યા છે કે આવી વાતચીત ડ્રેસિંગરૂમમાં જ થવી જોઈએ. મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતાં લખનઉ સુપર જાયન્ટ્સે માત્ર 165 રન બનાવ્યા હતા. તેમની શરૂઆત તો સારી રહી હતી પરંતુ ટીમ માત્ર 165 રન જ બનાવી શકી હતી. કેપ્ટન કે એલ રાહુલે ૩૩ બોલમાં માત્ર 29 રન બનાવ્યા હતા. આના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 62 બોલ બાકી રહેતા કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના 165 રન કરી દીધા હતા.