મધ્યપ્રદેશનાં ભાજપ પ્રવક્તાનું આકસ્મિક અવસાન; 12 કલાક પહેલા જ ટ્વીટર પર કોંગ્રેસ પર સાધ્યું હતું નિશાન

ઇન્દોર : લોકસભાની ચૂંટણીનાં માહોલની વચ્ચે મધ્યપ્રદેશ ભાજપને એક ખોટ આવી છે. મધ્યપ્રદેશનાં ભાજપ પ્રવક્તા ગોવિંદ માલુનું (spokesperson govind malu) ઇન્દોરમાં આકસ્મિક અવસાન થયું છે. ગંભીર સિવિયર અરેસ્ટને કારણે ગોવિંદ માલુનું અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર આજે ઈન્દોરમાં કરવામાં આવશે. તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનથી આજે સવારે 10:30 કલાકે રીજનલ પાર્ક મુક્તિધામ સુધી જશે.
ગોવિંદ માલુ ખનીજ વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અને ભાજપના રાજ્ય મીડિયા પ્રભારી પણ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ પાર્ટીના રાજ્ય પ્રવક્તા હતા. પાર્ટીના નેતાઓએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ગોવિંદ માલુ મીડિયા અને સોશિયલ મીડિયામાં પાર્ટીનો પક્ષ મજબૂત રીતે રજૂ કરતા હતા. તેમના આકસ્મિક નિધનના 12 કલાક પહેલા પણ તેમણે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.