આપણું ગુજરાતનેશનલ

GSEB 12th Result : આજે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર, જાણો કેવું રહ્યું રીઝલ્ટ

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB)દ્વારા આજે 9 વાગ્યે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. બોર્ડના લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો હતો. ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રથમ વખત એકસાથે જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા અને સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર થયું છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાયુ છે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહનું વધારે પરિણામ મોરબી જિલ્લામાં આવ્યુ છે. જ્યારે છોટાઉદેપુરનું બોડેલીમાં સૌથી ઓછુ પરિણામ છે. વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી પ્રવાહનું પરિણામ ઊંચું રહ્યું છે, ગુજરાતી માધ્યમનું પરિણામ 82.94 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમનું પરિણામ 81.92 ટકા રહ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનું પરિણામ 82.53 ટકા અને વિદ્યાર્થીનીઓનું પરિણામ 82.35 ટકા પરિણામ રહ્યું છે.

સામાન્ય વિજ્ઞાનનું 91.93 ટકા પરિણામ આવ્યુ છે. સામાન્ય વિજ્ઞાનનું સૌથી વધુ પરિણામ છાલામાં 99.61 ટકા જયારે સૌથી ઓછુ પરિણામ ખાવડામાં 55.11 ટકા આવ્યુ છે. સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ રીઝલ્ટ ધરાવતો જીલ્લો બોટાદ છે, જેનું આ વર્ષનું સરેરાશ પરિણામ 96.40 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ જુનાગઢ જીલ્લામાં 84.81 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓનું પરિણામ 89.45% જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ 94.36% આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button