નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

PM મોદીના અદાણી-અંબાણીવાળા નિવેદન પર રાહુલનો વળતો જવાબ, ‘તમે થોડા ગભરાયેલા છો?’

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ PM મોદીના નિવેદન પર અદાણી અને અંબાણી પર વળતો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ તેમનો સત્તાવાર હેન્ડલ એક્સ પર એક વીડિયો જાહેર કરી કહ્યું કે ભાજપના ભ્રષ્ટાચારના ‘ડ્રાઈવર’ અને ‘ખલાસી’ કોણ છે તે દેશ જાણે છે, આ સિવાય રાહુલે પોતાના વીડિયોમાં કહ્યું કે હેલો મોદીજી, તમે થોડા ગભરાયેલા છો?

રાહુલ ગાંધીએ કહ્યું કે નોર્મલી તમે બંધ ઓરડામાં અદાણી અને અંબાણી વિશે વાત કરો છો. પહેલીવાર તમે અદાણી અંબાણી અંગે જાહેરમાં બોલ્યા અને તમને એ પણ ખબર છે કે તે ટેમ્પોભરીને પૈસા આપે છે. શું આ તમારો પર્સનલ એક્સપીરિયન્સ છે? તેમ એક કામ કરો, CBI અને EDને તેમની પાસે મોકલો, સંપૂર્ણ તપાસ કરાવો, બને તેટલું જલ્દી કરો, મોદીજી ગભરાશો નહીં.

રાહુલે વધુમાં કહ્યું કે હું દેશને ફરી કહું છું કે નરેન્દ્ર મોદીજીએ જેટલા પૈસા આ લોકોને આપ્યા છે તેટલા જ પૈસા અમે હિદુસ્તાનના ગરીબ લોકોને આપવાના છીએ. મહાલક્ષ્મી યોજના, પહેલી નોકરી યોજના, આ યોજનાઓ દ્વારા આપણે કરોડો લોકોને લાખોપતિ બનાવીશું. તેઓએ 22 અબજોપતિ બનાવ્યા, અમે કરોડો લોકોને લખપતિ બનાવીશું.

ઉલ્લેખનિય છે કે પીએમ મોદીએ તેલંગાણાના કરીમનગરમાં એક રેલી દરમિયાન અંબાણી-અદાણીને લઈને રાહુલ ગાંધીના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. PMએ કહ્યું કે છેલ્લા 5 વર્ષથી કોંગ્રેસના શહેજાદાએ સવારે ઉઠતાની સાથે જ 5 ઉદ્યોગપતિઓની માળા જપતા હતા, પછી અંબાણી-અદાણી કહેવા લાગ્યા હતા. ચૂંટણી જાહેર થતાં જ તેઓએ અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું.

ચૂંટણીમાં અંબાણી-અદાણી પાસેથી કેટલા પૈસા ભેગા કર્યા છે? કાળા નાણાની કેટલા કોથળાઓ મેળવ્યા છે? ટેમ્પોમાં ભરીને નોટો પહોંચી છે. તેમણે પૂછ્યું કે એવી કઈ ડીલ થઈ કે રાહુલે અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કર્યું. દાળમાં ચોક્કસપણે કંઈક કાળું છે. આનો જવાબ રાહુલ ગાંધીએ આપવો પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button