નેશનલ

નાઈજરના સૈનિકોએ ફ્રાન્સના રાજદૂત સિલ્વેન ઇટ્ટેને બંધક બનાવ્યા, રાષ્ટ્રપતિ મેક્રોને પુષ્ટિ કરી

ફ્રાન્સના રાજદૂત (Ambassador) અને રાજદ્વારીઓ(Diplomates)ને પશ્ચિમ આફ્રિકાના દેશ નાઇજરના સૈનિકોએ ફ્રેન્ચ એમ્બેસીમાં બંધક બનાવ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પોતે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે નાઇજરમાં ફ્રેન્ચ રાજદૂત સિલ્વેન ઇટ્ટે સહિત અન્ય ફ્રેન્ચ રાજદ્વારીઓને ફ્રેન્ચ દૂતાવાસમાં બંધક બનાવવામાં આવ્યા છે.
ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું કે નાઈજરમાં અમારા રાજદૂત અને રાજદ્વારીઓને ફ્રેન્ચ એમ્બેસીમાં બંધક બનાવવામાં આવ્યા છે. તેમના સુધી ભોજન પહોંચતું અટકવવા આવ્યું છે. રાજદૂતોને લશ્કરી શાસન દ્વારા આપવામાં આવતું રાશન ખાવું પડી રહ્યું છે.
ફ્રાન્સના રાજદૂત સહિત અન્ય રાજદ્વારીઓને પરત લાવવાના પ્રશ્ન પર મેક્રોને કહ્યું કે અમે તેમને જલ્દી સ્વદેશ લાવીશું. આ અંગે કામ ચાલુ છે. હું નાઇજરમાં સત્તાધિકારીઓ સાથે વાત કરી રહ્યો છું.
ઉલ્લેખનીય છે કે નાઇજરમાં તાજેતરમાં થયેલા રાજકીય બળવા પછી, નાઇજર સરકાર અને ફ્રાન્સ વચ્ચે ખેંચતાણ ચાલુ છે. કારણ કે, ફ્રાંસ પદભ્રષ્ટ અને પૂર્વ રાષ્ટ્રપતિ બઝૌમને સમર્થન આપી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, નાઈજર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ બઝૌમને બંધક બનાવી લીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાઈજરના સૈનિકોએ તખ્તાપલટ બાદ તરત જ રાજદૂત ઈટ્ટેને દેશ છોડી દેવાનો આદેશ આપ્યો હતો. જોકે, બાદમાં નાઈજરે ઈટ્ટેના વિઝા રદ કર્યા હતા.
તાજેતરમાં નાઈજરમાં સેનાએ બળવો કર્યો હતો. નાઈજરની સેનાએ દાવો કર્યો હતો કે તેઓએ રાષ્ટ્રપતિ મોહમ્મદ બઝૌમની સરકારને ઉથલાવી દીધી છે. તેઓએ રાષ્ટ્રપતિ બઝૌમને કેદ કર્યા છે. સેનાએ યુએન-યુએસના હસ્તક્ષેપ સામે વાંધો ઉઠાવ્યો અને તેમને ધમકી પણ આપી. નાઇજરની સરહદો સીલ કરવામાં આવી છે. હવે ન તો કોઈ દેશની બહાર જઈ શકે છે અને ન તો બહારથી દેશમાં પ્રવેશી શકે છે. સમગ્ર દેશમાં કર્ફ્યુ છે. સરકારી અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button