લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
जवळ જોડકું
जावई બગાસું
जांभई નજીક
जाम જમાઈ
जावळे મજબૂત

ઓળખાણ પડી?
તાજેતરમાં આર્ચરી વર્લ્ડ કપ સ્ટેજ -૧માં ત્રણ ગોલ્ડ મેડલ સાથે હેટ- ટ્રીક નોંધાવનાર ભારતીય મહિલા તીરંદાજની ઓળખાણ પડી? અત્યાર સુધીમાં તેણે ૧૯ મેડલ મેળવ્યા છે.
અ) દીપિકા કુમારી બ) જ્યોતિ સુરેખા વેન્નામ ક) ડોલા બેનરજી ડ) અંકિતા ભક્ત

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. પુરુષના જમાઈની સાસુની એકમાત્ર દીકરીના સગા માસી પુરુષને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) ભાભી બ) સાળી ક) ભત્રીજી ડ) બહેન

જાણવા જેવું
પ્રકાશની ગતિ કલ્પના બહાર છે. એક સેકંડમાં તે ૯૩,૦૦૦ ગાઉ અથવા ૧,૮૬,૦૦૦ માઈલ ચાલે છે. પ્રકાશનાં કિરણો નીકળે છે તે બધાં એક જ ગતિથી ચાલે છે, પણ તરંગોની લંબાઈને કારણે તેમાં ભેદ પડે છે. તરંગો જુદી જુદી લંબાઈના હોય છે. તેથી કોઈ એક પ્રકારના તરંગોનાં બનેલાં કિરણો બીજા પ્રકારના તરંગોનાં બનેલાં કિરણોથી ભિન્ન હોય છે. આ ભેદ રંગોના ભેદનું
કારણ છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં ચાર પૈડાંનું વાહન સંતાઈને બેઠું છે એ શોધી કાઢો
જોઉં.
ચૂંટણી પહેલા સરકાર દ્વારા જનહિતના કાર્યક્રમોની જાહેરાત થઈ.

નોંધી રાખો
જીવનમાં એક વાતનું ધ્યાન રાખવું કે ‘ધારી લેવા કરતાં પૂછી લેવું વધુ સારું’ ગણાય છે, કારણ કે અરીસો સ્વચ્છ હોય તો દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે અને ગેરસમજ નથી થતી.

માઈન્ડ ગેમ
દેવ દર્શન જવાની ૬૦ વર્ષની ઉંમરે બ્યુટી કોન્ટેસ્ટમાં વિજેતાપદ મેળવનારી વ્યવસાયે વકીલ મહિલા ઓલિઆંડ્રા રોડ્રિગ્સ કયા દેશની છે એ જણાવો.
અ) બલ્ગેરિયા ૨) આર્જેન્ટિના
૩) વિયેતનામ ૪) ઈટલી

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
तंटा કજિયો
तांबट કંસારો
तांबड લાલ
ताइत તાવીજ
तारंबळ ધાંધલ

ગુજરાત મોરી મોરી રે
ભત્રીજો

ઓળખાણ પડી?
ડી. ગુકેશ

માઈન્ડ ગેમ
ગ્રીસ

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
રજ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મૂળરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) શીરીન ઔરંગાબાદવાલા (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) અબદુલ્લા એફ. મુનીમ (૭) પ્રતિમા પમાણી (૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૯) નીતા દેસાઈ (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ડો. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ખુશરૂ કાપડિયા (૧૪) ભારતી બુચ (૧૫) નિખિલ બંગાળી (૧૬) અમીશી બંગાળી (૧૭) પુષ્પા પટેલ (૧૮) વિભા મહેશ્ર્વરી (૧૯) નંદકિશોર સંજાણવાળા (૨૦) મીનળ કાપડિયા (૨૧) પ્રવીણ વોરા (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) લજિતા ખોના (૨૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) ભાવના કર્વે (૨૮) મહેન્દ્ર લોઢાવિયા (૨૯) કલ્પના આશર (૩૦) હર્ષા મહેતા (૩૧) મહેશ દોશી (૩૨) વિણા સંપટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) રજનીકાંત પટવા (૩૫) સુનીતા પટવા (૩૬) પુષ્પા ખોના (૩૭) અંજુ ટોલિયા (૩૮) અલકા વાણી (૩૯) દિલીપ પરીખ (૪૦) અરવિંદ કામદાર (૪૧) સુરેખા દેસાઈ (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) નિતીન બજરિયા (૪૪) નયના ગિરીશ મિસ્ત્રી (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) હિના દલાલ (૪૭) રમેશ દલાલ (૪૮) ઈનાક્ષી દલાલ (૪૯) હેમા હરીશ ભટટ્ટ (૫૦) મહેશ સંઘવી (૫૧) હીરાબેન જશુભાઈ શેઠ (૫૨) અતુલ જે. શેઠ (૫૩) જગદીશ વલ્લભજી ઠક્કર (૫૪) જયવંત પદમશી ચિખલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button