સુરતમાં પુત્રને વિદેશ મોકલવા મા-બાપે દેવું કર્યું, કપાતરે મોઢું ફેરવી લેતા દંપત્તીએ ગળેફાંસો ખાધો
સુરત: રાજ્યમાં વિદેશ જઈ લખલૂટ કમાણી કરવાનો ક્રેઝ દિનપ્રતિદિન વધી રહ્યો છે. મા-બાપ છોકરાને દેવું કરીને વિદેશ મોકલે છે પણ આ ભૂલ જીવલેણ સાબિત થઈ શકે છે. સુરતમાંથી આવો જ કિસ્સો સામે આવ્યો છે, સુરતના સરથાણા વિસ્તારમાં માતાપિતાએ તેમના પુત્રને કેનેડા મોકલ્યો હતો પણ તેણે ત્યાં પહોંચી સંબંધો કાપી નાખતા વૃધ્ધ દંપતીએ આત્મહત્યા કરી લીધી છે. આ આત્મહત્યાની પાછળ તેમનો દીકરો અને દીકરાનું વર્તન જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ સમગ્ર મામલે હાલ સરથાણા પોલીસે તપાસ શરૂ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
આ મામલો સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. મીરા એવન્યુ નામની બિલ્ડિંગમાં રહેતા ચુનીભાઈ ગેડિયા (66 વર્ષ) અને તેમની પત્ની મુક્તા બેન ગેડિયા (64 વર્ષ)એ બુધવારે તેમના ઘરના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા મીરા એવન્યુ નામની બિલ્ડિંગમાં રહેતા ચુનીભાઈ ગેડિયા (66 વર્ષ) અને તેમની પત્ની મુક્તા બેન ગેડિયા (64 વર્ષ)એ બુધવારે તેમના ઘરના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.
આપણ વાંચો: ગાંધીધામમાં માતા-પુત્રનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત
મળતી માહિતી મુજબ ચુનીભાઈના પુત્ર પિયુષે 4 વર્ષ પહેલા ફાયનાન્સના વ્યવસાયમાં ખોટ કરી હતી. તેના પર 40 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. પિતા ચુનીભાઈએ સંબંધીઓ પાસેથી પૈસા લાવીને પિયુષનું દેવું ચૂકવી દીધું હતું. તે પછી પીયૂષ કેનેડા ગયો અને ત્યાં સ્થાઈ થઈ ગયો હતો.
જો કે પુત્રનું ઋણ ચૂકવીને પિતા પોતે દેવાદાર બની ગયા હતા. કેનેડામાં કાયમી થયા બાદ પુત્ર પિયુષ તેના પિતાને આર્થિક રીતે બિલકુલ મદદ કરતો ન હતો અને ન તો તે તેની સાથે ફોન પર યોગ્ય રીતે વાત કરતો હતો. પિતા ચુનીભાઈ અને માતા મુક્તા બેન બંને પુત્રના આ વર્તનથી ખૂબ ચિંતિત હતા. આ જ કારણ હતું કે પુત્ર ગુમાવવાને કારણે બંનેએ મોતને વ્હાલું કરવાનું યોગ્ય માન્યું હતું.
થોડા સમય પહેલા પિયુષ તેની પત્ની પાયલ અને દીકરો ક્રિશ ત્રણે કેનેડાથી સુરત આવ્યા હતા ત્યારે પણ માતા-પિતાને મળવાની દરકાર દંપતીએ કરી ન હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં ચુનીભાઇ ગેડીયાએ કર્યો છે. એક તરફ દીકરાને મોઢું ફેરવી લીધું બીજી તરફ વૃદ્ધ અવસ્થાને કારણે દેવું ચૂકવી શકાય તેવી સ્થિતિ ન હતી તેને પગલે આ દંપતીએ આપઘાત કરી લીધો છે.
આપઘાત કરનાર વૃદ્ધ ચુનીભાઇ ગેડિયાએ પોતાની જુદી જુદી પાંચ સુસાઇડ નોટમાં એ વાતનો અનેકવાર ઉલ્લેખ કર્યો છે કે તેમણે જેમની પાસેથી પૈસા લીધા હતા તેઓ કોઈએ પણ ક્યારેય ઉઘરાણી કરી નથી કે તેમને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડી નથી. પરંતુ દીકરો જે કેનેડા હતો તેનું વર્તન તેમને ખૂબ જ દુભાવતું હતું અને એને લઈને તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.