Jabalpur: મંદિરમાં દર્શન કરી શેરીમાં બોમ્બ ફેંક્યા, મધ્યપ્રદેશના જબલપુરની ચોંકાવનારી ઘટના
જબલપુર: મધ્યપ્રદેશ(MP)ના જબલપુર જિલ્લા(Jabalpur)માં એક ચોંકાવનારી ઘટના બની હતી. જબલપુરના ગમાપુર વિસ્તારમાં અચાનક બોમ્બ વિસ્ફોટ(Bomb blast) અને ફાયરીંગ(Firing)ની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. એક શખ્સ શેરીમાં બોમ્બ ફેંકી ફાયરીંગ કરી ફરાર થઇ ગયો હતો, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વિડીયોમાં જોવા મળે છે કે શખ્સ પહેલા મંદિરમાં પૂજા-અર્ચના કરી અને પછી એક પછી એક બે બોમ્બ ફેંક્યા અને બે રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી ગયો.
એક અહેવાલ મુજબ હુમલાખોરનો ઓળખ આનંદ ઠાકુર તરીકે થઇ છે, આનંદ ઠાકુર વિસ્તારનો રીઢો ગુનેગાર છે. વિસ્તારના લોકો તેના પર પાસેથી પૈસા પડાવવા અને નાના દુકાનદારોને હેરાન કરવાના અનેક આરોપો લગાવ્યા છે. ગુંડા ટેક્સ અને ખંડણી ન ભરતા પાડોશીના એક ઘર પર બોમ્બ ફેંક્યો હતો અને પછી ફાયરિંગ કરીને ગભરાટનો માહોલ સર્જ્યો હતો.
મળતી માહિતી મુજબ આ ઘટના ઘામાપુર પોલીસ સ્ટેશન વિસ્તારની ભારત સેવક સમાજ સ્કૂલ પાસેની છે. આનંદે માનસિંહ ઠાકુરના ઘરે બોમ્બ વિસ્ફોટ અને ફાયરિંગ કર્યું હતું અને આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં આરોપી આનંદ ઠાકુર પણ બોમ્બ વિસ્ફોટ બાદ ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. પોલીસે ફરિયાદ નોંધી છે.