આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Gujarat Election : મતદાન મથકમાં ભાજપના સિમ્બોલવાળી પેન જોતા જ ભડક્યા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ

ગુજરાતમાં 25 લોકસભા બેઠક માટે સવારથી જ મતદાન ચાલી રહ્યું છે. જેમાં બપોરે 1 વાગે સુધીમાં સરેરાશ 37.83 ટકા મતદાન નોંધાયું છે. જો કે આ દરમ્યાન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શકિતસિંહ ગોહિલે વાસણ ગામના બુથમાં ભાજપની નિશાનીવાળી પેન લઇને બેઠેલા ઉમેદવારના એજન્ટને લઇને વિરોધ દર્શાવ્યો હતો. જે વિડીયો સામે આવ્યો છે. જેમાં તેમણે ભાજપ ઉમેદવારના એજન્ટ પાસેથી પેન લીધા બાદ બુથમાં પ્રિ-સાઈડિંગ ઓફિસરને નિયમ મુજબ અમલ કેમ નથી કરવામાં આવતો તેવા સવાલ પણ કર્યા હતા.

શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપ મતદાન/બૂથ પ્રતિનિધિઓ બૂથની અંદર કમળના પ્રતિક અને ભાજપના નેતાના ફોટાવાળી પેન કેવી રીતે રાખી શકાય? તમારે તાત્કાલિક સંજ્ઞાન લેવું જોઈએ અને કડક પગલાં લેવા જોઈએ. પેન લઈને બેઠેલા એજન્ટો સામે પોલીસ કેસ કરવાની શક્તિસિંહ ગોહિલ દ્વારા માંગણી કરાઈ છે. આ અંગે તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરી છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 37. 83 ટકા મતદાન

ગુજરાતમાં બપોરના 1 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 37.83 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા અને વલસાડમાં બેઠક પર 45 ટકાથી પણ વધુ મતદાન થયું છે . અત્યાર સુધીમાં થયેલ મતદાનની વાત કરવામાં આવે તો ભરુચ બેઠક પર 43.12 ટકા અને છોટા ઉદેપુર બેઠક પર 42.65 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે પોરબંદર પર સૌથી ઓછું મતદાન 30. 80 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે અમરેલીમાં પણ 31.48 ટકા મતદાન થયું છે.

ગાંધીનગરમાં 39.23 ટકા મતદાન

અમદાવાદમાં મતદાનનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું છે. અમદાવાદ પૂર્વમાં 34.36 ટકા અને અમદાવાદ પશ્ચિમ પર 33.28 ટકા મતદાન નોંધાયું છે. , વડોદરામાં 38.39 ટકા, ગાંધીનગરમાં 39.23 ટકા મતદાન, નવસારી 38.10 ટકા મતદાન થયું છે. સૌરાષ્ટ્રમાં મતદાનની વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક પર 37.42 ટકા, જામનગરમાં 34.61 ટકા, જૂનાગઢમાં 36.11 ટકા, ભાવનગરમાં 33.26 ટકા, મતદાન નોંધાયું છે.

બનાસકાંઠા બેઠક પર 45.89 ટકા મતદાન

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા બેઠક પર 45.89 ટકા, સાબરકાંઠામાં 41.29 ટકા, પાટણમાં 36.58 ટકા તો મહેસાણામાં 37.39 ટકા મતદાન નોંધાયું છે. મધ્ય ગુજરાતમાં મતદાનનું પ્રમાણ જોવામાં આવે તો આણંદમાં 41.78 ટકા, દાહોદમાં 39.79 ટકા, પંચમહાલમાં 36.47 ટકા, વડોદરામાં 38.39 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં બારડોલીમાં 41.67 ટકા મતદાન, નવસારી 38.10 ટકા, ભરુચ બેઠક પર 43.12 ટકા અને છોટા ઉદેપુર બેઠક પર 42.65 ટકા મતદાન નોંધાયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button