Lok Sabha Elections 2024: ગૌતમ અદાણીએ પરિવાર સાથે અમદાવાદમાં મતદાન કર્યું, જાણો મતદાન બાદ શું કહ્યું
અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024 (Loksabha election)ના ત્રીજા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ગુજરાતની 25 બેઠકો પર પણ થઇ રહ્યું છે, આજે ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી(Guatam Adani)એ અમદાવાદમાં મતદાન કર્યું હતું.
મતદાન કર્યા બાદ ગૌતમ અદાણીએ અપીલ કરી હતી કે લોકોને ઘરની બહાર આવીને વધુને વધુ મતદાન કરે. ગૌતમ અદાણી કહ્યું, “આજે લોકશાહીનો તહેવાર છે. હું લોકોને અપીલ કરું છું કે બહાર આવો અને મતદાન કરો. ભારત આગળ વધી રહ્યું છે અને આગળ વધતું રહેશે.”
X પરની એક પોસ્ટમાં ગૌતમ અદાણીએ વોટિંગ પછી પત્ની સાથેની તસવીર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું. “આજે મારા પરિવાર સાથે મતદાન કરવા બદલ ગર્વ અનુભવું છું. આ મહાન રાષ્ટ્રના નાગરિકો તરીકે મતદાન કરવુંએ એક અધિકાર, એક વિશેષાધિકાર અને જવાબદારી સહિયારી જવાબદારી છે. આપણા લોકતંત્રમાં દરેક મત એક શક્તિશાળી અવાજ છે. ભારતનું ભવિષ્ય ઘડવા માટે તમારો મત આપો. જય હિંદ.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, યુપીના ગવર્નર આનંદી બેન પટેલ, ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સિંઘવી અને કેન્દ્રીય પ્રધાન અને પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સહિત અનેક દિગ્ગજ નેતાઓ આજે મતદાન કયું હતું.