ઇન્ટરનેશનલમનોરંજન

Met Gala 2024માં Gangubai Kathiyawadiનો દેસી લૂક જોશો તો દિલ Garden Garden થઈ જશે…

દુનિયાના સૌથી મોટા ફેશન ઈવેન્ટમાંથી એક એટલે મેટ ગાલા-2024ની શરુઆત થઈ ગઈ છે અને ઈવેન્ટના પહેલાં જ દિવસે બોલીવુડની બબલી ગર્લ અને આપણી સૌની ફેવરેટ આલુબેબી એટલે કે Alia Bhattએ પોતાના ડ્રીમી લૂકથી રેમ્પ પર આગ લગાવી દીધી હતી.

આ ઈવેન્ટમાં આલિયા ભટ્ટે ફેમસ ફેશન ડિઝાઈનર sabyasachi દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી સાડી પહેરી હતી. આ સાડીમાં આલિયા ભટ્ટ હંમેશાંની જેમ જ એકદમ બ્યુટીફુલ અને ગોર્જિયસ લાગી રહી હતી એમાં શંકાને કોઈ જ સ્થાન નથી. આલિયા ભટ્ટે પહેરેલી આ સાડી વિશે વાત કરીએ તો આલિયાએ એકદમ સરસ હેન્ડ એમ્બ્રોઈડરીવાળી સાડી પહેરીને લોકોના દિલની ધડકન રોકી દીધી હતી.


ફ્લોરલ મોટિફ વર્ક આ સાડીની સુંદરતામાં વધારો કરી રહી હતી. સાડી સાથે અટેચ્ડ લોંગ ટ્રેલ અને સ્પાર્કલિંગ ડિટેઈલ્સે એક્ટ્રેસના લૂકને એકદમ ડ્રામેટિક ટચ આપ્યો હતો. આ લૂકમાં આલિયા ભટ્ટ ખરેખર એકદમ ફેશન ડિવા લાગી રહી હતી. આલિયાએ પોતાની આ ડ્રીમી સાડી સાથે મેસી હેર બન બનાવ્યો હતો અને એનો લૂક ક્લાસિક હેડ એસેસરીઝ સાથે કમપ્લિટ કર્યો હતો.

જ્વેલરીની વાત કરીએ તો આલુબેબીએ આ લૂક સાથે સ્ટેટમેન્ટ ઈયરરિંગ્સ અને ફિંગર રિંગ્સ પહેરી હતી. ન્યુડ મેકઅપ અને મિલિયન ડોલર સ્માઈલ સાથે આલિયા ભટ્ટ આ ઇવેન્ટમાં છવાઈ ગઈ હતી.આ ઇવેન્ટમાં પોતાના હુશ્નનો જાદુ વિખેરતા પહેલાં આલિયા ભટ્ટે આ ઇવેન્ટમાં સામેલ થવાના પોતાના અનુભવ વિશે પણ વાત કરી હતી. આલિયાએ જણાવ્યું હતું કે આ મારા માટે ખૂબ જ શાનદાર અનુભવ છે અને હું ખૂબ જ એકસાઇટેડ છું. મેટ ગાલા ઇવેન્ટમાં હું બીજી વખત ભાગ લઈ રહી છું જોકે, આ ઇવેન્ટમાં મેં સાડી પહેલી જ વખત પહેરી છે.

આગળ વાત કરતા તેણે એવું પણ જણાવ્યું હતું કે મેં જ્યારે આ વર્ષના ડ્રેસકોડ The Garden Of Time વિશે સાંભળ્યું તો મને લાગ્યું કે આઉટફિટ કંઈક એવો હોવો જોઈએ જે એકદમ ટાઈમલેસ હોવું જોઈએ અને સાડીથી વધુ ટાઈમલેસ બીજું તો શું હોઈ શકે.


અત્રે ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટની આ સાડીને બનાવવા માટે 1965 કલાકનો સમય લાગ્યો હતો અને તેને 163 કારીગરોએ મળીને બનાવી છે. વિદેશની ધરતી પર આલિયા ભટ્ટના આ ટ્રેડિશનલ લૂકે ફેન્સના દિલ જીતી લીધા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button