નેશનલ

Delhi Liquor Policy: કેજરીવાલની જામીન અરજી પર SCમાં સુનાવણી, બેન્ચે ED પર ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં છે. આજે મંગળવારે સુપ્રીમ કોર્ટે તેમની જામની અરજી પર સુનાવણી ચાલી રહી છે, આ દરમિયાન EDને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. કોર્ટે પૂછ્યું કે કેજરીવાલની ધરપકડ કરવામાં બે વર્ષ કેમ લાગ્યા?

સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર પોલિસી કેસની તપાસમાં ED દ્વારા લેવામાં આવેલા પગલાના સમય પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે કોભાંડને પ્રકાશમાં લાવવામાં બે વર્ષનો સમય લાગ્યો? ED વતી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચને કહ્યું કે કેજરીવાલ પર ઇલેક્ટ્રોનિક પુરાવાનો નાશ કરવાનો અને હવાલા દ્વારા 100 કરોડ રૂપિયા મોકલવાના આરોપો છે.

તેમની દલીલ પર ન્યાયાધીશોએ કહ્યું કે 100 કરોડ રૂપિયા ગુનાની આવક છે, પરંતુ કૌભાંડ 1100 કરોડ રૂપિયાનું હોવાનું કહેવામાં આવ્યું હતું. આટલો વધારો કેવી રીતે થયો?

EDએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કેજરીવાલ તપાસની શરૂઆતમાં કેન્દ્રમાં ન હતા. તપાસ દરમિયાન તેનું નામ બહાર આવ્યું હતું. કેજરીવાલને નિશાન બનાવવા માટે અમે સાક્ષીઓની ખાસ પૂછપરછ કરી એવું કહેવું અયોગ્ય છે. કલમ 164 હેઠળ સાક્ષીઓએ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલું નિવેદન જોઈ શકાય છે.

EDની દલીલ પર જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું કે તમે તમામ પાસાઓને રેકોર્ડ કરતી કેસ ડાયરી બનાવી હશે અને અમે તેની તપાસ કરવા માંગીએ છીએ.

ન્યાયાધીશોએ કહ્યું કે અમારી પાસે મર્યાદિત પ્રશ્નો છે. એટલે કે ધરપકડમાં PMLA કલમ 19નું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું કે કેમ, પરંતુ પહેલી ધરપકડ બાદ કેજરીવાલની ધરપકડ કરવામાં 2 વર્ષ લાગ્યા તે યોગ્ય નથી લાગતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker