આપણું ગુજરાતટોપ ન્યૂઝવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

આ બેઠકો પર EVM ખોટકાતા અટક્યું મતદાન !

આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણી (gujarat loksabha election) માટે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ગુજરાતમાં વહેલા સવારથી જ મતદાન મથકો પર લોકોની ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મતદાનના બે કલાક પૂરા થઈ ગયા છે. ચૂંટણી પંચના (Election Commission) જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યા સુધી ગુજરાતમાં 9.84 ટકા મતદાન થયું છે ત્યારે હવે એક નજર એ ખબર પર કરીએ જ્યાં, મતદાન વચ્ચે ઈવીએમ ખોટકાવાની ઘટનાઓ બની છે. ગુજરાતમાં મતદાન વચ્ચે અનેક બુથ પર ઈવીએમ ખોટકાવાના કિસ્સા પણ સામે આવ્યા છે.

વાવમાં એક કલાક ઈવીએમ ખોટકાયું :
બનાસકાંઠાના વાવના એટામાં ઈ.વી.એમ.ખોટવાયું હતુ. એક કલાકથી ઈ.વી.એમ.બંધ રહેતા મતદારો અટવાયા હતા. ઈ.વી.એમ. ખોટવાઈ જવાની ઘટનાથી તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ હતી. એટા ગામમાં મશીન બદલવાની તંત્રએ કામગીરી કરી હતી. ઈવીએમ મશીન બદલીને મતદાન શરૂ કરાયું હતું.

જૂનાગઢમાં ઈવીએમમાં ટેકનિકલ ગરબડ
જૂનાગઢ શહેરની પ્રાથમિક શાળા નં. 4 માં ઈવીએમમાં ખામી સર્જાતા અડધી કલાક મતદાન બંધ રહ્યુ હતું. જેથી જૂનાગઢ લોકસભાના જનરલ ઓબ્ઝર્વર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ખામી સર્જાયેલ મશીનને તાત્કાલિક અસરથી બદલાવવામાં આવ્યું હતું. મશીન બદલાવ્યા બાદ ફરી મતદાન પ્રક્રિયા શરૂ કરાઈ હતી. અડધી કલાક મતદાન બંધ થઈ જતાં મતદારોની લાઈનો લાગી હતી.

વાઘોડિયામાં પણ ખોટકાયું EVM
વાઘોડિયા લોકસભામાં ત્રણ બુથ પર ઇવીએમ ખોટકાયા હતા. ઈવીએમ બદલવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ભાડોલ 216, ગંગાનગર 123, રાજપુરા 130 અને 31 નું ઇવીએમ ખોટકાયું હતું.

તો છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકા શાળામાં સવારથી EVM ખોટકાયું હતું. પાવીજેતપુર-2 માં 20 મિનીટથી ઇ.વી.એમ ખોટકાયેલુ રહ્યુ હતું. મતદાન શરૂ થતા પહેલાજ ઇ.વી.એમ ખોટકાતા મતદાન કરવા આવેલા લોકોનો ઉત્સાહ ઓગળ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button