આપણું ગુજરાતટોપ ન્યૂઝવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Lok Sabha Election: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું મતદાન, જાણો મતદાન બાદ શું કહ્યું

અમદાવાદ: દેશમાં લોકસભા ચૂંટણી 2024(Loksabha Election)ના ત્રીજા તબક્કામાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો માટે આજે મતદાન(Phase-3 voting) ચાલી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ આજે વહેલી અમદાવાદ પહોંચીને મતદાન કર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ પોલિંગ બૂથની બહાર હાજર હતા, અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાંત સ્કૂલ ખાતેના મતદાન મથકે મતદાન કર્યુ હતું. તેમની સાથે તેમના મોટાભાઇ સોમાભાઇ મોદી પણ હાજર હતા.

મતદાન બાદ વડા પ્રધાને મતદાન કરવા જતા મતદારોને ગરમીમાં સાવચેતી રાખવા અપીલ કરી હતી. આ સાથે તેમણે કહ્યુ કે, આજે ગુજરાતમાં લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે, વધુને વધુ મતદાન કરો, મતદાન સૌથી મોટું દાન છે.

વોટ આપ્યા બાદ વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભારતની ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી મેનેજમેન્ટ પાસેથી વિશ્વની લોકશાહીઓને શીખવા જેવું છે. ભારતની ચૂંટણી વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટીઓ માટે કેસ સ્ટડી છે. લગભગ 64 દેશોમાં ચૂંટણી છે અને તે બધામાં સરખામણી થવી જોઈએ. આ વર્ષ લોકશાહીની ઉજવણી જેવું છે. હું ફરીથી દેશવાસીઓને મોટી સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીના તહેવારની ઉજવણી કરવા માટે અપીલ કરું છું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીને કવર કરતી વખતે મીડિયા કર્મચારીઓને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તમારે વધુ પાણી પીવું જોઈએ અને તે તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે અને તમને એનર્જી પણ આપશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજા તબક્કામાં મતદાન કરનારા તમામ લોકોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી હતી. તેમણે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે લોકોની સક્રિય ભાગીદારી ચોક્કસપણે ચૂંટણીને વધુ જીવંત બનાવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button