PM નરેન્દ્ર મોદી આવતી કાલે અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં કરશે મતદાન
અમદાવાદ: ગુજરાતની 25 લોકસભા બેઠકો પર આવતીકાલે મતદાન યોજાશે, દેશના પીએમ પણ તેમના મતાધીકારનો ઉપયોગ કરવા માટે આજે ફરી એકવાર ગુજરાતમાં આવશે, PM નરેન્દ્ર મોદી આવતીકાલે મતદાન કરવા માટે દિલ્હીથી આજે રાત્રે 9.30 વાગે અમદવાદ પહોંચશે, અને આવતીકાલે રાણીપમાં આવેલા પોલીંગ બુથ પર જઈ મતદાન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અમદાવાદ આવશે.
પીએમ મોદી આજે રાત્રે અમદાવાદ આવી પહોંચશે, અને પાટનગર ગાંધીનગરમાં રાજભવનમાં ખાતે રાત્રિ રોકાણ કરશે, પીએમ આવતીકાલે સવારે 7.30 વાગ્યે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રિપોર્ટ છે કે, આ સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પીએમ મોદીની સાથે ઉપસ્થિતિ રહશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે 8.30 વાગે અમદાવાદ આવી પહોંચશે અને બાદમાં મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લેશે, અમિત શાહ પણ આવતીકાલે અમદાવાદમાં સવારે 10.30 વાગે મતદાન કરશે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આજે ગુજરાત આવશે તેવું જાણવા મુળ્યું છે.
પીએમ મોદી મંગળવારે રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરવાના છે. તે પહેલા ત્યાં આજે સઘન પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. આજે SPG અને રાણીપ પોલીસ દ્રારા સુરક્ષાના ભાગરૂપે અધિકારીઓએ શાળામાં ચેકિંગ અને નિરીક્ષણ કર્યુ છે. આ સાથે જ રાણીપના મતદાન બુથ પર બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.