પિંક લહેંગામાં પરી લાગી રહેલી એક્ટ્રેસે રેમ્પ વોક પર વિખેરી એવી અદાઓ કે…
Glamour Icon Mrunal Thakur સોશિયલ મીડિયાની નવી ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે અને હાલમાં જ Mrunal Thakur એક ફેશન શોમાં રેમ્પ વોક કરતી જોવા મળી હતી. Mrunal Thakurના આ રેમ્પ વોકના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે અને હર હંમેશની જેમ જ પોતાની કમાલની ફેશન સેન્સ અને બ્યુટીથી તેણે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
સરસ મજાના હોટ પિંક કલરના લહેંગામાં Mrunal Thakur કોઈ પરી જેવી લાગી રહી છે. સોશિયલ મીડિયા પર નેટિઝન્સ મૃણાલનો આ પિંકી પિંકી લૂક ખૂબ જ પસંદ કરી રહ્યા છે. Mrunal Thakur એક ફેશન ડીવા છે અને પોતાની સુંદરતા અને સ્ટાઈલિશ લૂકને કારણે તે હંમેશાથી જ ફેન્સની ફેવરેટ બની રહી છે. ફેન્સને Mrunal Thakurનો ટ્રેડિશનલ લૂક ખૂબ જ પસંદગ આવી રહ્યો છે.
ગુલાબી રંગના લહેંગા પર કરવામાં આવેલો ગોલ્ડન કલરનું વર્ક ખૂબ જ ઉઠીને દેખાઈ રહ્યું છે. ડીપ નેક પ્લઝિંગ સ્વીટહાર્ટ નેકલાઈનની સાથે બેકલેસ ચોલીમાં મૃણાલ એકદમ ડોલ જેવી રહી છે. ઘેરદાર ઘાઘરા સાતે તેણે પિંક કલરનો જ દુપટ્ટો પણ કેરી કર્યો છે. એસેસરીઝમાં મૃણાલે પિંક અને ગ્રીન સ્ટોનનો નેકલેસ સાથે મેચિંગ ઈયરરિંગ્સ પેયર અપ કર્યા છે. એચલું જ નહીં મેચિંગ બેંગલ્સની સાથે સાથે વીંટી પણ પહેરી હતી. એક્ટ્રેસનો મેકઅપ અને હેરસ્ટાઈલ પણ એકદમ સુંદર હતી.
રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો આ સુંદર લહેંગાને 1400 કલાકનો સમય લાગ્યો હતો. એક્ટ્રેસના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મૃણાલ હાલમાં જ વિજય દેવરાકોંડાની સાથે ફિલ્મ ફેમિલી સ્ટારમાં સ્ક્રીન કરી હતી અને હાલમાં તે પોતાના આગામી પ્રોજેક્ટ પૂજા મેરી જાનમાં વ્યસ્ત છે.