લોકસભા 2024; પૈસો અને ‘મસલ’ પાવરનો ‘કોમ્બો’ : કઈ પાર્ટીના કેટલા ‘ખેલંદા’ ?
એક કહેવત છે ‘ પૈસો જ શક્તિ છે’. અને લોકસભા ચૂંટણીનાં ત્રીજા ચરણમાં,12 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ મળીને 94 સીટો પર મંગલવારે મતદાન થશે. જેમાં પોતાનું નસીબ અજમાવનારા 1,352 ઉમેદવારોમાથી લગભગ 29 ટકા કરોડપતિ છે.
એસોશિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સના એક તારણ મુજબ ત્રીજા ચરણના ઉમેદવારો પાસે સરેરાશ 5.66 કરોડની સંપતિ છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સૌથી વધુ સંપતિવાન છે. જેઓની સરેરાશ સંપતિ 44.08 કરોડ છે. આ જ તબક્કામાં ચૂંટણી લડતા સમાજવાદી પાર્ટીના ઉમેદવારો પાસે સરેરાશ 42.93 કરોડ રૂપિયા છે,તો કોંગ્રેસનાં પાર્ટીના ઉમેદવાર 20.6 કરોડ સાથે ત્રીજા નંબરે છે.
દક્ષિણ ગોવાના ભાજપના ઉમેદવાર પલ્લવી શ્રીનિવાસ ડેમ્પો 1,361 કરોડથી વધુની સંપતિ સાથે સૌથી અમિર ઉમેદવાર છે.
સંપતિવાન ઉમેદવારોની યાદીમાં વધારો થઈ રહ્યો છે.2019માં આ બેઠકો પર પાંચ કરોડથી વધુ સંપતિ વાળા ઉમેદવારો લગભગ 10 ટકા હતા, તે આ વખતે વધીન 12 ટકા થયા છે.તો 10 લાખથી ઓછી સંપતિવાળા ઉમેદવારો આવખતે 2024માં 31.5 ટકા છે જે 2019માં 37 ટકા હતા.
ત્રીજા ચરણમાં ભાજપે 82 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જેમાના 16 પાસે અંદાજે 50 કરોડ રૂપિયાથી પણ વધુની સંપતિ છે. તો પાર્ટીના 52 ટકા ઉમેદવારો પાસે 1 કરોડથી લઈને 10 કરોડ સુધીની સંપતિ છે. માત્ર 6 ટકા ઉમેદવારો પાસે જ 1 કરોડથી ઓછી સંપતિ છે.
કોંગ્રેસ પાર્ટીના 67 ઉમેદવારોમાથી 9 ઉમેદવારો પાસે 50 કરોડથી વધુની સંપતિ છે.12 ટકા ઉમેદવારો પાસે 1 કરોડથી ઓછી સંપતિ છે. સમાજવાદી પાર્ટીની વાત કરીએ તો, 10 માઠી બે ઉમેદવારો પાસે 50 કરોડથી વધુની સંપતિ છે.
ત્રીજા ચરણના મતદાનમાં બહુજન સમાજ પાર્ટીના 79 ઉમેદવારોમાથી 63 ટકા ઉમેદવારો પાસે 1 કરોડથી ઓછી સંપતિ છે. ગુજરાતનાં બનાસકાંઠા બેઠકના ઉમેદવાર રેખાબહેન હરિભાઇ ચૌધરીએ માત્ર 2000 હજારની સંપતિ જાહેર કરી છે જે સૌથી ઓછી છે.
કોંગ્રેસનાં ગુનાઇત ઈતિહાસવાળા સૌથી વધુ 26 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.તો ભાજપાએ 22 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.આ બાને પાર્ટીના લગભગ 14 ઉમેદવારો પર ગંભીર અપરાધો નોંધાયા છે. બીજી તરફ, બહુજન સમાજવાદી પાર્ટીના 9 ઉમેદવારો સામે ગંભીર કહી શકાય તેવા ગુના નોંધાયા છે. તો 8 ટકા ઉમેદવારો સામે અતિગંભીર કહી શકાય તેવા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે.