આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

અમિત શાહ,ડો. માંડવિયા, રૂપાલા સાથે કોનું-કોનું ભાવિ થશે મતપેટીમાં સીલ ?

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મંગળ વારે મતદાન થશે. ત્રીજા ચરણના આ મતદાનમાં 11 રાજ્યોની 93 લોકસભા સીટો છે. કુલ 1331 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવશે. જેમાં સૌ પ્રથમ કેન્દ્ર સરકારના સૌથી પાવરફૂલ મંત્રી ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક દિગ્ગજોનું ભાવિ EVMમાં સીલ થશે આ ત્રીજા ચારનાં મતદાનમાં 10 જેટલા કેન્દ્રીય મંત્રીઓ અને ચાર પૂર્વ મુખ્યમંત્રીઓના બળાબળના પારખા પોતાના હરીફ ઉમેદવારો સાથે થશે.

જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના જમાઈ પણ પોતાનું નસીબ અજમાવશે. ખડગેના જમાઈ કર્ણાટકની ગુલબર્ગા લોકસભા સીટ પરથી ચૂંટણીલડે છે તો બે પૂર્વ મુખ્યમંત્રી બી. એસ યેદિયુરપ્પા અને કલ્યાણ સિંહના પુત્ર રાજવીર સિંહ ‘રાજુ ભૈયા’નું ભાવિ પણ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતપેટીમાં સીલ કરશે .ઉત્તરપ્રદેશના ના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ ડિમ્પલ યાદવના ભાવિનો નિર્ણય પણ મતપેટીમાં સીલ થશે.

ગાંધીનગરથી બીજી વખત અમિત શાહ

લોકસભા ચૂંટણીનાં ત્રીજા તબક્કામાં ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પણ છે. અગાઉ આ બેઠક પરથી દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડતા હતા.2019માં પહેલીવાર ગુજરાતનાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની આ બેઠક પર એન્ટ્રી થઇ. તેઓ બીજી વખત આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. આ બેઠક પર કોંગ્રેસે મહિલા ઉમેદવાર સોનલ રમણભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે મોહમ્મદ દાનિશ દેસાઈ બસપાની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

રાજકોટ લોકસભા બેઠક

આ લોકસભા ચૂંટણીમા ગુજરાતની બહુચર્ચિત રાજકોટ બેઠક માટે પણ મતદાન થશે આ બેઠક પર ભાજપે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર છે જ્યારે કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીનાં રૂપાલાના એક સમયના કટ્ટર પ્રતિસ્પર્ધી પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી ચૂંટણીને રોચક તબક્કામાં મૂકી દીધી છે . તો બહુજન સમાજવાદી પાર્ટી (બસપા) એ ચમનભાઈ નાગજીભાઈ સવસાણીને મેદાનમાં ઉતાર્યા છે.

પોરબંદર બેઠક

ગાંધીભૂમિ પોરબંદર બેઠક પરથી ભાજપે તેમના કેન્દ્રઇય આરોગ્યમંત્રી ડો મનસુખ માંડવિયાને ટીકતી આપી પહેલી જ્વાર લોકસભા ચૂંટણી લડાવી રહ્યા છે. જ્યારે કોંગ્રેસે ગત લોકસભા ચૂંટણીનાં પરાજિત ઉમેદવાર લલિત વસોયાને ફરીથી અહીં ટિકિટ આપી છે. તો બસપાએ એનપી રાઠોડને ટિકિટ આપી છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાની સીટ પર પણ ચૂંટણી

મધ્યપ્રદેશની ગુના લોકસભા સીટ પર નાગરિક ઉદ્દયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા લોકસબા ચૂંટણી લડી રહ્યા છે.અત્યાર સુધી આ બેઠક પરથી તેઓ કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા હતા.પણ 2019 માં તેમનો પરાજ્ય થયો. પાછળથી તેઓ ભાજપમાં જોડાઈ ગયા. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ગુના સીટ પર બસપાએ ધનીરામ ચૌધરીને અને કોંગ્રેસે યાદવેન્દ્ર રાવ દેશરાજ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.

રત્નાગીરી સિંધુ દુર્ગ બેઠક પર પણ મતદાન

મહારાશ્ત્ર્નિ વાત કરીએ તો અહીની રત્નાગીરી સિંધુ દુર્ગ સીટ પર પણ ત્રીજા તબક્કામાં મંગળવારે મતદાન થશે, આ બેઠક પર કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે (શિવસેના-ઉદ્ધવ જૂથ )ના ઉમેદવાર વિનાયક રાઉત સામે ચૂંટણી લડી રહ્યા છે.

આગ્રા લોકસભા સીટઉત્તર પ્રદેશની આગ્રા લોકસભા બેઠક પર પણ મતદાન થશે. જેમાં કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલ આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ પર બસપાના ઉમેદવાર પૂજા અમરોહી અને સમાજવાદી પાર્ટીના સુરેશ ચંદ્રા પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

ઉત્તર ગોવા લોકસભા સીટ

ઉત્તર ગોવાની સીટ પર ભાજપે કેન્દ્રીય મંત્રી શ્રીપદ યેસો નાઈકને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે બાપ્સાએ મિલન આર. વ્યંગ અને કોંગ્રેસે રમાકાંત ખાલપને ટિકિટ આપી છે.

MPની વિદિશા સીટ

મધ્યપ્રદેશની વિદિશા લોકસભા સીટ પર પણ મતદાન થવાનું છે. આ સીટ પર પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે પ્રતાપભાનુ શર્માને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કિશાલ લાલ બસપાની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

રાજગઢ લોકસભા બેઠક

આ વખતે પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ મધ્યપ્રદેશની રાજગઢ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 33 વર્ષ બાદ આ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. બીજેપીએ રોડમલ નગર અને બીએસપીએ ડો. રાજેન્દ્ર સૂર્યવંશીને તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

બારામતી લોકસભા બેઠક

મહારાષ્ટ્રની બારામતી લોકસભા સીટ પણ આ વખતે હોટ સીટ બની છે. કારણ કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) આ બેઠક પર અજિત પવારની પત્ની સુનેત્રા પવાર સામે ચૂંટણી લડી રહી છે, જ્યારે તેમની ભાભી અને શરદ પવારની પુત્રી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ની સુપ્રિયા સુલે તેમની સામે ચૂંટણી લડી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button