તરોતાઝા

8 મે વિશ્વ થેલેસેમિયા દિવસ પર વિશેષ: જો સ્વાસ્થ્ય કુંડળી મેળવી લગ્ન કરશું …તો નહીં જન્મે થેલેસેમિયાથી પીડિત હજારો બાળકો

કવર સ્ટોરી – રેખા દેશરાજ

કવર સ્ટોરી – રેખા દેશરાજ

થેલેસેમિયા એ એક ગંભીર રક્ત રોગ છે જેમાં વ્યક્તિના શરીરમાં હિમોગ્લોબિનનું ઉત્પાદન બંધ થઈ જાય છે. આ બીમારી માતાપિતા પાસેથી બાળકોને વારસામાં મળે છે. ભારતમાં પ્રથમ વખત થેલેસેમિયા જેવી બીમારીની જાણ 1938માં થઈ હતી. આજે આ એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે, કારણ કે આપણા દેશમાં દર વર્ષે 10 થી 15 હજાર બાળકો થેલેસેમિયાની બીમારી સાથે જન્મે છે. તેથી જ આ બીમારી વિશે લોકોમાં જાગૃતતા લાવવા દર વર્ષે સમગ્ર વિશ્વમાં 8 મે `થેલેસેમિયા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

જો લગ્ન પહેલા જન્માક્ષર મેચિંગ સમયે અને ગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક ગાળામાં થેલેસેમિયાની તપાસ કરવામાં આવે તો આ બીમારી સાથે જન્મ લેનાર બાળકોને અટકાવી શકાય છે. કારણ કે તે બ્લડ ડિસઓર્ડરનો રોગ છે, જેને સમયસર સમજીને તેનાથી બચી શકાય છે. આજે સમગ્ર વિશ્વમાં થેલેસેમિયાથી પીડિત લોકોની સંખ્યા કરોડોમાં છે, જેમાં બાળકોનો આંકડો સૌથી આગળ છે, કારણ કે યોગ્ય સંભાળની સુવિધાના અભાવે, ઘણા બાળકો આ રોગથી મૃત્યુ પામે છે. થેલેસેમિયા ઈન્ટરનેશનલ ફેડરેશને 8 મે 1994ના રોજ પહેલીવાર થેલેસેમિયા દિવસની ઉજવણી કરી હતી. થેલેસેમિયા વિશે વિશ્વને વાકેફ કરવા માટે દર વર્ષે આ દિવસ એક વિશેષ થીમ સાથે ઉજવવામાં આવે છે. આ સંદર્ભમાં, વર્ષ 2024ની થીમ છે થેલેસેમિયા વિશે લોકોને શિક્ષિત કરવા (સ્ટે્રથિંગ એજ્યુકેશન ટુ બ્રિજ થેલેસેમિયા કેર ગેપ). થેલેસેમિયા ઈન્ડિયા અનુસાર, આપણા દેશમાં દર વર્ષે 10 હજાર બાળકો બીટા થેલેસેમિયા રોગ સાથે જન્મે છે. તેમને લોહી ચઢાવવાની જરૂર પડે છે.

હકીકતમાં, થેલેસેમિયાને કારણે શરીરમાં હિમોગ્લોબિન બનવાની પ્રક્રિયામાં વિક્ષેપ આવે છે, જેના કારણે શરીરમાં લાલ રક્તકણ ઓછા થઈ જાય છે. જોકે, આ બીમારી માતાપિતા પાસેથી બાળકોને વારસામાં મળે છે. તેથી, તેની જાણ બાળકના જન્મના ઓછામાં ઓછા 90 થી 100 દિવસ પછી જ થઈ શકે છે. જો કે, થેલેસેમિયાના સામાન્ય લક્ષણો છે – હંમેશાં બીમાર દેખાવું, ચહેરો કમજોર અને શુષ્ક લાગવો, જડબામાં અને ગાલમાં અસામાન્યતાઓ, સામાન્ય રીતે, થેલેસેમિયાથી પીડિત લોકોના ગાલ બેસી જાય છે અને જડબા આડેધડ રીતે બહાર આવેલા દેખાય છે. આ રોગનો ભોગ બનેલા લોકોના નખ અને જીભ પીળા પડી જાય છે. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.

થેલેસેમિયાથી બચવા બાળકોના જન્મ પછી તરત જ રસી મૂકવી જોઈએ. લગ્ન પહેલા અને ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી-પુષના લોહીની તપાસ કરાવવી જોઈએ. જો બેમાંથી કોઈ એકને બ્લડ ડિસઓર્ડર હોય, તો તે સ્થિતિથી બચવા માટે ઉપાય શોધવો જોઈએ. જ્યાં સુધી થેલેસેમિયાની સમસ્યાથી વાકેફ રહેવાની અને તેની ઘટનાને ટાળવાની વાત છે, તો વ્યક્તિએ હંમેશાં સ્વચ્છ પાણી પીવાનો પ્રયાસ કરવો જોઈએ અને તેની આસપાસ સ્વચ્છતા હોવી જોઈએ. જો કોઈ વ્યક્તિને થેલેસેમિયાની સમસ્યા હોવાનું જાણવા મળે તો તેણે પોતાનું હિમોગ્લોબિન 11 થી 12 ની વચ્ચે જાળવી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. વાસ્તવમાં થેલેસેમિયા એ બ્લડ ડિસઓર્ડર છે. આ ડિસઓર્ડરને કારણે, લોહીમાં ઓક્સિજન વાહક પ્રોટીનની માત્રા સામાન્ય કરતાં ઓછી હોય છે.

આ સમસ્યાને કારણે શરીરમાં હિમોગ્લોબિન બનાવવાની પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે અને ધીમે ધીમે આવી વ્યક્તિ એનિમિયાનો શિકાર બને છે. મેડિકલ સાયન્સ અનુસાર એક સામાન્ય વ્યક્તિના શરીરમાં લાલ રક્તકણોનું આયુષ્ય લગભગ 120 દિવસનું હોય છે. પરંતુ થેલેસેમિયાથી પીડિત દર્દીઓમાં આ લાલ રક્તકણોનું આયુષ્ય ઘટીને માત્ર 20 દિવસ થઈ જાય છે.
થેલેસેમિયની સારવાર માટે ક્યારેક લોહી પણ ચઢાવવામાં આવે છે. આને કારણે, સ્પ્લીનને દૂર કરવામાં આવે છે અથવા આયર્ન ક્લેશન થેરાપી આપવામાં આવે છે. થેલેસેમિયાથી પ્રભાવિત થનાં શરીરનું પ્રથમ
અંગ જીભ અને નખ છે. થેલેસેમિયાથી પીડિત લોકોના નખ પીળા થઈ જાય છે અને જીભ પણ પીળી થઈ જાય છે. શઆતમાં, ઘણી વખત
થેલેસેમિયાથી પીડિત લોકો કમળાથી પીડાતા હોવાનો ભ્રમ પેદા કરે છે, પરંતુ બાળકોના જડબા અને ગાલમાં થોડા દિવસોમાં જ અસામાન્યતા દેખાવા લાગે છે. થેલેસેમિયાથી પીડિત બાળકોનો વિકાસ અટકી જાય છે. વજન વધતું નથી. દરેક સમયે નબળાઇનો અનુભવ થાય છે. ચહેરો મુરજાયેલો અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. થેલેસેમિયાનું નિદાન કરવા માટે, ડોકટરો માઇક્રોસ્કોપની મદદથી સૌથી પહેલા બ્લડ કાઉંટ માપે છે. લાલ રક્તકણની લાક્ષણિકતાઓમાં અસામાન્યતા દેખાઈ શકે છે. થેલેસેમિયા શોધવા માટે હિમોગ્લોબિન, ઇલેક્ટ્રોફોરેસીસ અને અન્ય રક્ત પરીક્ષણો પણ કરવામાં આવે છે.

થેલેસેમિયા મુખ્યત્વે બે પ્રકારના હોય છે. થેલેસેમિયા મેજર અને થેલેસેમિયા માઈનર. થેલેસેમિયા મેજર એવા બાળકોમાં થવાની સંભાવના છે જેમના માતાપિતા બંનેના જિન્સમાં થેલેસેમિયા હોય. થેલેસેમિયાને ક્યારેય હળવાશમાં ન લેવું જોઈએ. આનાથી મૃત્યુ પણ થઈ શકે છે અને તમારા બાળકોને થેલેસેમિયાથી બચાવવાનો એક ખૂબ જ સરળ રસ્તો એ છે કે લગ્ન પહેલા અને ગર્ભાવસ્થા પછી થેલેસેમિયા ટેસ્ટ કરાવો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button