આપણું ગુજરાત

અમિત જેઠવા મર્ડર કેસમાં દિનુ બોધા સોલંકી સહિત તમામ આરોપીઓનો છૂટકારો

અમદાવાદ : ગુજરાતના(Gujarat) આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની(Amit Jethwa) હત્યાના(Murder) બહુચર્ચિત કેસમાં હાઇકોર્ટે કેસના આરોપી દિનુ બોધા સોલંકી(Dinu Bodha Solanki) સહિત તમામ આરોપીને છોડી મૂક્યા છે. આ કેસમાં ગુજરાત હાઇકોર્ટે(Highcourt) નોંધ્યું છે કેસ સાબિત કરવામાં એજન્સીઓ અને પ્રોસિક્યુશન નિષ્ફળ નિવડ્યું છે. વર્ષ 2010ના આ કેસમાં કુલ સાત આરોપી હતા. જેમાં આરોપી તરીકે શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણ અને દિનુ બોઘા સોલંકીના નામ હતા.

ભાજપ નેતા દિનુ બોઘા સોલંકીની પણ ધરપકડ કરાઇ હતી.

આ સમગ્ર કેસની વિગત મુજબ, વર્ષ 2010માં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની અમદાવાદ હાઇકોર્ટ નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેની બાદ હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીઓની અમિત જેઠવાની પિતાની ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ભાજપ નેતા દિનુ બોઘા સોલંકીની પણ ધરપકડ કરાઇ હતી.

2012થી કેસની તપાસ CBIને સોંપી હતી

આ કેસમાં અમદાવાદના સોલા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેની બાદ સીટની રચના થઈ હતી. આ તપાસથી સંતુષ્ટ ન થતાં અમિત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવાએ કેસની તપાસ CBIને સોંપવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટે માન્ય રાખી 2012થી કેસની તપાસ CBIને સોંપી હતી.

જ્યારે આ કેસમાં સીબીઆઇએ તપાસ બાદ 21 ડિસેમ્બર 2013એ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી.જો કે કોર્ટે કેસમાં 18 સાક્ષીઓને નિવેદન નોંધ્યા હતા.


આ કેસમાં મોટા ભાગના સાક્ષી હોસ્ટાઈલ થઇ ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button