નિરાંત સંપ્રદાયના ભક્તોની વાણી
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ
ત્રિવેણી ટંકશાળ બંદા ત્રિવેણી ટંકશાળ જી,
ત્રિવેણીના ઘાટ ઉપર, મિટ્યા બ્રહ્મ જ નામ઼. બંદા ત્રિવેણી ટંકશાળ જી..૦
તિમિર ટળ્યા ને ભાણ ગિયો,એવો અગમ ઈ ઘાટ જી
કોટિ ભાણની ઉપરે, જોવો ઈ ચળકાટ.. બંદા ત્રિવેણી ટંકશાળ જી..૦
ઘાટે આવે ઈ અમ્મર થાવે, જનમ મરણ ફેરા જાય જી
વેદ પુરાણી શાખ આપે, ગીતા હરદમ ગાય.. બંદા ત્રિવેણી ટંકશાળ જી..૦
અનંત કોટિ અમર થિયાં, સદ્ગુરુ કેરી સહાય જી,
અસત બોલું તો પોતે લાજું, ગુરુ કેરી દુહાઈ.. બંદા ત્રિવેણી ટંકશાળ જી..૦
આ શીખામણ સત કહું છું, સાંભળજો એક કાન જી
કાળુ કેવળ નામ નક્કી, ગુરુ પુરૂષ્ાોત્તમની સાન… બંદા ત્રિવેણી ટંકશાળ જી..૦
ગયા એક લેખમાં આપણે પુરૂષ્ાોત્તમ મહારાજના શિષ્ય કાળરામની વાણી જોયેલી. ‘જીવન મુક્ત પ્રકાશ’ પુસ્તકમાં મગનરામ દોલારામ દ્વારા અઢારેક જેટલા નિરાંત સંપ્રદાયના ભક્તોની પદ્ય રચનાઓનું સંકલન કરવામાં આવ્યું છે. પ્રકાશક છે મગનરામના શિષ્ય વાલજીરામ ઉગારામ ડાંગર,પડધરી (જિ.રાજકોટ) આ પુસ્તકમાં ઝલોતરા ગામના, જિ.બનાસકાંઠા,- પછી અંબાજીમાં રહેતા મગનરામ મહારાજની ૧૪૮ જેટલી પદ્ય રચનાઓ હિન્દી-ગુજરાતી મિશ્રમાં જેમાં -ધોળ, કીર્તન, ચાર પંદર તિથિ, ગરબી, સાતવાર, ગરબો, બારમાસી-ર, કાફી, પ્રભાતી, કુંડળિયા છંદ, ચેતામણી-ર,રેખતા-૩૦,સવૈયા ૬, ચોપાઈમાં સદ્ગુરુ મહિમા ૯૮ ચોપાઈ,૬ સાખીનું સંકલન કરવામાં આવ્યું છે. એ સિવાય કાળુરામના શિષ્ય દજારામ અધારામજી મહારાજ (અમરાપર-વાગડના. સેવાલિયા ગામે રહેતા) દ્વારા રચિત ગુરુમહિમાના પાંચ પદો , મગનરામનાં પત્ની ખેમીબાઈની થાળી, મગનરામ શિષ્ય સોમદાસ (ખેરાળુના વતની) ૧ પદ, ૩ કુંડળિયા, ચુનીલાલ રચિત પદ -૧, કાળુરામ શિષ્ય ભીમદાસ (થુંવર-ગુજરાતના) રચિત ૩ પદ, ૩ કુંડળિયા, કાળુરામ શિષ્ય મોહનદાસ (અંધારિયા ગામના) ર પદો, છગનદાસ મહારાજ સિદ્ઘપુરના.. ૯ પદ અને ૧ આરતી, પુરૂષ્ાોત્તમ મહારાજના શિષ્ય લાલજીરામ (ઘેલુદ ગામના) ર પદો. કાળુરામ શિષ્ય વાઘજીરામ ર પદ,ર કુંડળિયા ઉપરાંત –
પુરૂષ્ાોત્તમ મહારાજ શિષ્ય આનંદી મહારાજ (રસુલપરના) ૧૧ પદો. પુરૂષ્ાોત્તમ શિષ્ય છગનદાસ (ગાંભુ તા ચાણસ્મા) ૩ પદ, તિથિ-૧. પુરૂષ્ાોત્તમ શિષ્ય અમૃતલાલ (ગાંભુ) ૧ તિથિ પદ-ર. પુરૂષ્ાોત્તમ શિષ્ય ગંગારામ વીરદાસ (દેણપ-તા. વિસનગર) પદ-૭ કુંડળિયો-૧. ગંગારામ શિષ્ય ધૂળારામ પદ-૪. પુરૂષ્ાોત્તમ શિષ્ય મણીરામ મહારાજ (પાટણ) પદ-ર. પુરૂષ્ાોત્તમ શિષ્ય ગોદડદાસજી પદ- ૧
આજ મારા વાલાનો ડંકો વાગે રે બધા દેશમાં..
હાં રે એને અંતરમાં ધરીયેલ વેશ, હાં રે એનો ઘટોઘટ છે પ્રકાશ..
આજ મારા વાલાનો ડંકો વાગે રે બધા દેશમાં રે…૦
આજ મારા વાલાનો સત્યલોક સોહામણો, હાં રે ત્યાં સંત મરજીવા જાય,
હાં રે મારા વાલાનો નિરાંત દેશ રળિયામણો , જિયાં મેઘ વરસે રે હંમેશ..
આજ મારા વાલાની વાડીએ અમરફળ ઉતરે,ખાતાં જનમ મરણ ટળી જાય,
હાં રે મારા વાલાને ભરતખંડ જંબુ દ્વિપમાં, એવા ધરમી દેશ ધાન ધાર..
આજ મારા વાલાનો ડંકો વાગે રે બધા દેશમાં રે…૦
આજ મારા વાલાનો માલોસણે મુકામ છે, એના સંત મળીને ગુણ ગાય,
હાં રે વાલો પારસ પુરૂષ્ાોત્તમ પરિબ્રહ્મ છે,એના દાસ ગોદડ ગુણ ગાય..
આજ મારા વાલાનો ડંકો વાગે રે બધા દેશમાં રે…૦
ગોદડદાસ શિષ્ય સોમદાસ મહારાજ- પદ-ર. અને જયદેવબાપુ સોંદરવા વિજાપુર (સોરઠ) મૂળ ગામ પીપરડી કૃત ૯ર જેટલી પદ્ય રચનાઓ અને વાલજીરામ કૃત જયદેવ ચરિત્ર (પૃ.ર૪૭) બી.વી.સોલંકી દ્વારા લખાયેલ ટૂંકા પરિચય સાથે આ પુસ્તકમાં સંકલિત થયાં છે. રાજકોટથી ૧૮માઈલ પીપરડી ગામે જન્મ઼ પિતા બીજલ નાગજી સોંદરવા. માતા જેઠીબાઈ. ગરમાતંગ પરિવાર. બારમતી પંથના ઉપાસક઼ પાલણપીરના ઉપાસક઼ રાજકોટની કાપડ મિલમાં નોકરી કરી, પછી મામાને ગામ વિજાપુરમાં વસવાટ ર્ક્યો. પ્રથમ પ્રભાતનાથ પાસે દીક્ષ્ાા. પછી બાંદરાના ઉગારામ પાસે ગુરુબોધ, પછી ચણોલના વાલજીરામનો ભેટો થયો. એમના ગુરુ મગનરામ પાસેથી બોધ લઈને પછી નિરાંતના આચાર્ય થયેલા… જયદેવમહારાજના શિષ્ય પમાભાઈ દેવાભાઈ પરમાર (રાયડી તા. ધોરાજી, જૂનાગઢના ડુંગરપુરની પત્થર ખાણમાં રહેતા.) રચિત પદ-૬, સુકાલીનદાસ કસ્તુરરામ (કોદરામ તા.વડગામ) પદ-૪ છંદ -ર આ પુસ્તકમાં પ્રકાશિત
થયેલ છે.