આમચી મુંબઈ
મુલુંડથી સંજય ગાંધી નેશનલ પાર્ક વચ્ચે કેબલ કાર પ્રોજેક્ટની વિચારણા
![Consideration of cable car project between Mulund to Sanjay Gandhi National Park](/wp-content/uploads/2024/05/109858673.webp)
મુંબઈ: મુલુંડથી સંજય ગાંધી નેશનલ પાર્કના તીન મૂર્તિ મંદિર સુધી રોપ વે (કેબલ કાર)ના બાંધકામ અંગે વિચારણા હાથ ધરવામાં આવી હોવાથી મુલુંડમાં સહેલાણીઓ માટે નવું આકર્ષણ ઊભું થશે.
મુલુંડના વિધાનસભ્ય અને ઈશાન મુંબઈના ભાજપ – મહા યુતિના ઉમેદવાર મિહિર કોટેચાએ આ વર્ષના પ્રારંભમાં આ અંગે માંગણી કરી હતી.
રાજ્યના પ્રવાસન વિભાગે આ સંદર્ભે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ પાસે આ પ્રોજેક્ટ કેટલો વ્યવહારુ છે એનો અહેવાલ (ફિઝિબિલિટી રિપોર્ટ) મંગાવ્યો છે. કેબલ કાર સાથે એક પ્રવાસન કેન્દ્ર અને એક વ્યૂઇંગ ડેક (વિસ્તારના નિરીક્ષણ માટે અલાયદી જગ્યા) તૈયાર કરવાની માંગણી પણ કરી હોવાનું કોટેચાએ જણાવ્યું હતું. મુંબઇનો આ પહેલો કેબલ કાર પ્રોજેક્ટ હશે એમ કોટેચાએ જણાવ્યું હતું