કુસ્તીબાજ બજરંગ પુનિયા કઈ સામસામી આક્ષેપબાજીમાં સસ્પેન્ડ કરાયો?
![Wrestler Bajrang Punia was suspended for which allegation](/wp-content/uploads/2024/05/bajrang-punia-has-failed-to-qualify-for-paris-olym.webp)
બંધિત અધિકારીઓને નિર્ધારિત સમયે યુરિન સૅમ્પલ આપવા પડે. જો તે આવું કરવાનું કોઈ કારણસર ટાળે કે સૅમ્પલ આપવાનું જ નકારી કાઢે તો તેને સસ્પેન્ડ કરવામાં આવે છે.
જોકે ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાનો કિસ્સો અલગ જ છે.
10મી માર્ચે સોનેપતમાં ઑલિમ્પિક્સ માટેના એશિયન કુસ્તીબાજોનો ક્વૉલિફાઇંગ રાઉન્ડ યોજાયો હતો. ત્યારે પુનિયા એક મુકાબલો હારી ગયો ત્યાર પછી તેને નૅશનલ ઍન્ટિ-ડોપિંગ એજન્સી (એનએડીએ-નાડા)ના અધિકારીઓએ ડોપ-ટેસ્ટના ભાગરૂપે યુરિનના સૅમ્પલ આપવા કહ્યું હતું. જોકે પુનિયા સૅમ્પલ આપ્યા વગર જતો રહ્યો હતો.
પુનિયાને આ અભિગમ બદલ કામચલાઉ રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જોકે આ સસ્પેન્શન વિશે પુનિયાની પ્રતિક્રિયા માગવામાં આવતાં તેણે કહ્યું, ‘હું સ્પષ્ટતા કરવા માગું છું કે મેં યુરિનનું સૅમ્પલ આપવાની કોઈને ક્યારેય ના પાડી જ નહોતી. નાડાના અધિકારીઓની વિનંતીને મેં નકારી જ નહોતી. મેં તેમને એટલું જ પૂછ્યું કે મારું સૅમ્પલ લેવા માટે તેઓ એક્સ્પાયર (નકામું) થઈ ચૂકેલું જે કિટ લાવ્યા હતા એના વિશે જવાબ આપશો? એ નકામા થઈ ગયેલા સાધનોને બદલે નવા સાધનો લઈ આવો અને પછી મારી ડોપ-ટેસ્ટ લો. મને સસ્પેન્શનનો જે લેટર મોકલવામાં આવ્યો છે એનો જવાબ મારા વકીલ વિદુષ સિંઘાણીયા આપશે.’
પુનિયાને સાતમી મે સુધીમાં આ પત્રનો જવાબ આપી દેવા કહેવાયું છે.
ટોક્યો ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર પુનિયાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે તેના યુરિનના સૅમ્પલ મેળવવા મોકલવામાં આવેલા એક્સ્પાયર્ડ કિટ્સ બતાવ્યું હતું.
પુનિયાએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચીફ બ્રિજ ભૂષણ શરણ સિંહ મહિલા કુસ્તીબાજોને ડરાવવા અને મુસીબતમાં મૂકવા આવા નકામા થઈ ગયેલા કિટ્સ વાપરતા હતા.