કોંગ્રેસને વધુ એક ઝટકો, છત્તીસગઢના નેતા રાધિકા ખેડાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી આપ્યું રાજીનામું
નવી દિલ્હી: દેશમાં એક તરફ લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. છત્તીસગઢ કોંગ્રેસના નેતા રાધિકા ખેડાએ રાજીનામું આપી દીધું છે. રાધિકા ખેડાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આજે ખૂબ જ પીડા સાથે હું પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું.
રાધિકાએ આ ઉપરાંત લખ્યું કે, હું મારા પદ પરથી રાજીનામું આપી રહી છું, તેમણે કહ્યું કે હા, હું એક છોકરી છું અને લડી શકું છું અને હવે પણ હું તે જ કરી રહી છું. રાધિકાએ કહ્યું કે હું મારા અને મારા દેશવાસીઓ માટે ન્યાય માટે લડતી રહીશ.
રાધિકા ખેડાએ પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે દરેક હિંદુ માટે ભગવાન શ્રી રામનું જન્મસ્થળ તેની પવિત્રતા સાથે ઘણું મહત્વ ધરાવે છે. દરેક હિંદુ માત્ર રામલલાના દર્શન કરીને પોતાનું જીવન સફળ માને છે, પરંતુ કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.
તેમણે લખ્યું કે મારા ઉમદા કાર્યનો વિરોધ એ સ્તરે પહોંચી ગયો કે છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં મારી સાથે થયેલા ઘટનાક્રમમાં મને ન્યાય ન મળ્યો. હું હંમેશા બીજાના ન્યાય માટે દરેક મંચ પરથી લડી છું, પરંતુ જ્યારે મારા પોતાના ન્યાયની વાત આવી ત્યારે મે ખુદને પાર્ટીમાં જાણે પરાજીત થઈ હોય તેવી અનુભૂતી કરી હતી.
રાધિકાએ લખ્યું કે જે પાર્ટીને મેં મારા જીવનના 22 વર્ષથી વધુ સમય આપ્યા. જ્યાં તેમણે NSUI અને AICCના મીડિયા વિભાગમાં સંપૂર્ણ ઈમાનદારી સાથે કામ કર્યું. આજે મારે ત્યાં પણ આવા જ તીવ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે હું મારી જાતને અયોધ્યામાં રામલલાના દર્શન કરતા રોકી શકી નહોતી.
Chhattisgarh
CONGRESS
Radhika Kherja