ગંગુબાઈ આપશે મેટ ગાલા 2024માં હાજરી, ન્યૂયોર્ક જવા રવાના
બોલીવુડની ગંગુબાઈ એટલે કે આલિયા ભટ્ટ આ વર્ષે મેટ ગાલા ફેશન ઇવેન્ટમાં હાજરી આપવાની છે. તે 2024ની મેટ ગાલા ઇવેન્ટનો ભાગ બનનાર કેટલાક સેલિબ્રિટી ભારતીયમાંની એક છે. આ બીજી વખત છે જ્યારે આલિયા ભટ્ટ મેટ ગાલામાં તેનો ગ્લેમરસ અવતાર બતાવશે. હાલમાં જ તે ન્યૂયોર્ક જતી વખતે મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળી હતી. પાપારાઝીઓએ આલિયા ભટ્ટને કેમેરામાં કંડારી દીધી હતી.
અભિનેત્રી ગઈકાલે રાત્રે મુંબઈના કલીના એરપોર્ટથી ફ્લાઇટ લેતી વખતે કેમેરામા કેદ થઈ હતી તેણે સફેદ રંગની હૂંડી પહેરી હતી અને વાળને બાંધ્યા હતા જોકે તેના ડ્રેસના ડિઝાઇનર વિશે જાણી શકાયું નથી.
https://www.instagram.com/p/CrvW2ruMuKx/?utm_source=ig_web_copy_link
આલિયાએ 2023માં મેટ ગાલા ઇવેન્ટમાં ડેબ્યુ કર્યું હતું. ગયા વર્ષે મેટ ગાલાની થીમ કાર્લ લેઝરફેલ્ડ-અ લાઇન ઑફ બ્યુટી હતી. આ થીમને ધ્યાનમાં રાખીને આલિયાએ પ્રબલ ગુરંગ દ્વારા ડિઝાઇન કરેલું સુંદર ગાઉન પસંદ કર્યું હતું. આલિયાનું આખું ગાઉન મોતીથી શણગારવામાં આવેલું હતુ
https://www.instagram.com/reel/C6jS5w6IqQx/?utm_source=ig_web_copy_link
મેટ ગાલા ઇવેન્ટના ગેસ્ટ લિસ્ટને ઇવેન્ટ પહેલાની સાંજ સુધી ગુપ્ત રાખવામાં આવે છે. જો મીડિયા અહેવાલો પર ધ્યાન આપીએ તો મેટ લગભગ 450 પ્રતિભાગીઓને હોસ્ટ કરે છે, જેમાં ડિઝાઇનર્સનો પણ સમાવેશ થાય છે. આ વખતે મેટ ગાલા ઇવેન્ટમાં સેલિબ્રિટી કપલ ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ કેલ્સ પણ હાજર રહેશે. આ સેલિબ્રિટી કપલ ઉપરાંત લોરેન સાંચેઝ, કેટલિન ક્લાર્ક, સેમ ઓલ્ટમેન, જેફબેઝોસ જેવા કેટલાક મહાનુભાવો પણ મેટ ગાલા ઇવેન્ટમાં હાજરી આપશે.
ભારતીય અને હોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અવારનવાર મેટ ગાલા ઇવેન્ટમાં જોવા મળતી હોય છે, પણ આ વર્ષે કામને કારણે તે આ ઇવેન્ટમાં હાજરી આપી શકશે નહીં.