મનોરંજન

આહા! રાહા કોની સાથે ફરવા નીકળી, ફેન્સ તો ક્યૂટનેસ પર ફીદા થઈ ગયા

બોલીવૂડના ઘણા સેલેબ્સના બાળકો પાપારાઝીના ફેવરીટ હોય છે. તેમના ફોટા વાયરલ થતા રહે છે અને સોશિયલ મીડિયા પર રીલ્સ પણ જોવા મળે છે. કરિના-સૈફ, રીતેશ-જેનેલિયા જેવા ઘણા સેલેબ્સના ટેણીયાઓ સોશિયલ મીડિયામાં અત્યારથી જ ફેમસ છે. હવે આ લીસ્ટમાં એક વધુ નામ ઉમેરાયું છે આલિયા-રણબીરની લાડલી રાહાનું. એકદમ ક્યૂટ લાગતી રાહાની એક ઝલક જોવા માટે ફેન્સ તરસી રહ્યા હોય છે. ત્યારે રાહા ક્યારેક ક્યારેક દેખાતી રહે છે. તાજેતરમાં તે મમ્મી-પપ્પા કે દાદી નીતુ સિંહ સાથે નહીં પણ ડિરેક્ટર આયાન મુખરજી સાથે જોવા મળી હતી.

અયાન મુખર્જી કેફેની બહાર રાહા કપૂર સાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન રાહા આયાન મુખરજીએ જ તેડી હતી. રાહા કપૂરના લૂક વિશે વાત કરીએ તો, તે ગ્રીન પ્રિન્ટ સાથે સફેદ કલરનો કો-ઓર્ડ સેટ પહેરીને ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. આ દરમિયાન તેના પગમાં કાળા શૂઝ પણ પહેર્યા હતા. હંમેશાં બે ક્યૂટ પોની ટેલમા જોવા મળતી રાહા આજે ખુલ્લા વાળામાં જોવા મળી હતી. અયાન મુખર્જીના લુક વિશે વાત કરીએ તો, તે બ્લુ ટી-શર્ટ સાથે સફેદ હાફ પેન્ટ અને સફેદ સ્નીકર્સ પહેરેલો જોવા મળ્યો હતો. અયાન મુખર્જીએ 2022માં આવેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રનું નિર્દેશન કર્યું હતું જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button