મનોરંજન

Suhana Khanએ કરી લીધું Break Up, Shweta Bachchanએ આપ્યું આવું Reaction…

બોલીવૂડથી લઈને પોતાના ફેન્સના દિલ પર રાજ કરનારા Shahrukh Khanની દીકરી Suhana Khanને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. જો તમે વિચારી રહ્યા છો કે અહીં Suhana Khan પોતાની બીજી મોસ્ટ અવેઈટેડ અપકમિંગ ફિલ્મ The Kingને લઈને લાઈમલાઈટમાં છે તો એવું નથી. Suhana Khan લાઈમલાઈટમાં આવી છે એણે પોસ્ટ કરેલાં વીડિયોને કારણે.

Suhana Khanએ શુક્રવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરીને લખ્યું હતું કે તેનું બ્રેકઅપ થઈ ગયું છે. એક્ટ્રેસનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોને કારણે તેના ફેન્સ પણ ચોંકી ઉઠ્યા છે. એટલું જ નહીં પણ સોશિયલ મીડિયા પર ફેન્સની સાથે સાથે Shweta Bachachanએ પણ કમેન્ટ કરી દીધી છે. અહીંયા તમારી જાણ માટે કે સુહાના ખાન અને અગસ્ત્ય નંદાએ એક સાથે ધ આર્ચીથી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું અને ત્યારથી જ બંને જણ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ હવે સુહાનાની પોસ્ટ અને તેના પર શ્વેતા બચ્ચનનું રિએક્શન ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે.

સુહાનાએ પોતાના આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું હતું કે મારી ન્યુઝ છે, તમને આપવા માટે. મારું બ્રેકઅપ થઈ ગયું છે. વાત જાણે એમ છે કે આ વીડિયો સુહાનાના એક નવી એડનો છે… આ એડ એક બાથિંગ સોપની છે. સુહાનાના આ વીડિયોને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અહીંયા તમારી જાણ માટે કે સુહાના હાલમાં જ એક ફેમસ બાથિંગ સોપની બ્રાન્ડ એમ્બેસેડર બની છે.

View this post on Instagram

A post shared by Suhana Khan (@suhanakhan2)

વીડિયો જોયા બાદ ખ્યાલ આવે છે કે અહીં સુહાના પોતાના જૂના સાબુ સાથેના બ્રેકઅપની વાત કરી રહી છે અને તેની લાઈફમાં નવા સાબુની એન્ટ્રી થઈ છે. આ વીડિયો પર Shweta Bachchanએ પણ રિએક્શન આપતા એક રેડ કલરનો બો અને વ્હાઈટ હાર્ટ શેર કર્યું છે. સુહાના અને અગસ્ત્ય નંદાની ડેટિંગની અફવા અવારનવાર હેડલાઈન્સ બનાવે છે. બંનેએ ગયા વર્ષે જ ડિસેમ્બરમાં ફિલ્મ ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button