મ્યુચ્યુઅલ ફંડ્સ શેરબજારમાં નાણાંનું રોકાણ કરવાની લોકપ્રિય રીતો પૈકીની એક છે. આમાં રોકાણકારોને શેરબજારની તેજીનો લાભ મળે છે અને સાથે સાથે પોર્ટફોલિયો વૈવિધ્યસભર હોવાને કારણે નુકસાન પણ ઓછું થાય છે. આ સિવાય સારા શેર શોધવાની કડાકૂટમાંથી પણ તમે છૂટકારો મેળવો છો. આ જ કારણ છે કે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે.
માર્કેટ રેગ્યુલેટર સેબીએ માર્ચમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. પરિપત્રમાં, મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે નોમિની ઉમેરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2023 નક્કી કરવામાં આવી હતી. આ તારીખ હવે માંડ 2 અઠવાડિયા દૂર છે. આનો અર્થ એ છે કે જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંનું રોકાણ કરો છો, તો નોમિની સંબંધિત આ કામ પૂરું કરવા માટે તમારી પાસે માત્ર 2 અઠવાડિયા બાકી છે. સેબીએ સ્પષ્ટપણે કહ્યું છે કે જો મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો સમયમર્યાદા સુધીમાં નોમિની અંગેની સ્થિતિ સ્પષ્ટ નહીં કરે તો તેમના ફોલિયોને ફ્રીઝ કરી દેવામાં આવશે.
મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો પાસે બે વિકલ્પ છે. તેઓ નોમિનેશન સબમિટ કરે એટલે કે કોઈને નોમિની બનાવે બીજો વિકલ્પ જો તમે કોઈને નોમિની બનાવવા માંગતા નથી તો તમારે આ અંગેનું ફોર્મ ભરીને સ્પષ્ટ જણાવવું પડશએ કે તમે કોઇને નોમિની બનાવવા માગતા નથી.
તો જો તમે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર છો તો 30 સપ્ટેમ્બર 2023 પહેલા તમારા ફંડમાં નોમિની અંગેની સ્થિતિ સ્પષ્ટ કરી દેજો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને