નેશનલ

પોતાની સતર્કતાથી ‘બેંક એસએમએસ સ્કેમ’નો શિકાર થતા બચી મહિલા, કૌભાંડનો પર્દાફાશ

આજના સમયમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શનનો વ્યાપ ઘમો વધી ગયો છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન આંગળીને ટેરવે થઇ રહ્યા છે. એની સાથે સાથે ઓનલાઈન છેતરપિંડીના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. એક તરફ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવું એકદમ સામાન્ય બની ગયું છે ત્યારે સ્કેમર્સ દિવસે ને દિવસે વધુ સ્માર્ટ બની રહ્યા છે. તેઓ લોકોને મૂર્ખ બનાવવા અને તેમના પૈસાની ચોરી કરવા માટે અલગ-અલગ પદ્ધતિઓ અપનાવવા લાગ્યા છે. સ્કેમર્સ નકલી વેબસાઇટ મોકલે છે, નકલી ઇ-મેઇલ મોકલાવે છે. લોકોના પાસવર્ડ જાણવા માટે અલગ અલગ સોફ્ટવેરનો ઉપયોગ થઇ રહ્યો છે. અવનવા સ્કેમ્સ કરીને લોકોના પૈસા ઠગવામાં આવી રહ્યા છએ. આવું જ એક કૌભાંડ હાલમાં બહાર આવ્યું છે. બેંગલૂરુની મહિલાએ પોતાની સાથએ બનેલો બનાવ શેર કર્યો છે અને લોકોને સાવધ, સજાગ રહેવાની અપીલ કરી છે. આપણે આ ઘટના વિશે જાણીએ.
બેંગલૂરુની મહિલાને આપણે અદિતી નામથી ઓળખીશું. અદિતીએ જણાવ્યું હતું કે તે કેવી રીતે એસએમએસ દ્વારા થતા કૌભાંડથી બચી હતી. અદિતી ઑફિસના કોલ પર હતી ત્યારે તેને એક વૃદ્ધ વ્યક્તિનો ફોન આવ્યો. વડીલ વૃદ્ધ વ્યક્તિએ જણાવ્યું કે તેમણે અદિતીના પિતાને નાણા મોકલવાના છે, તેઓ હાજર છે નહીં એટલે તેમણે મને તને પૈસા મોકલવાનું કહ્યું છે. તેથી મેં એ જાણવા ફોન કર્યો કે આ તારો નંબર છે કે નહીં. વડીલે કહ્યું કે તેની પોતાની બેંકમાં થોડી સમસ્યા છે અને અદિતિને મદદ કરવા કહ્યું. આના થોડા સમય બાદ અદિતિને એક એસએમએસ આવ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે તેના ખાતામાં પૈસા આવી ગયા છે. તેણે લખ્યું, અદિતીને મેસેજ મળ્યો કે તેના એકાઉન્ટમાં 10,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે અને તે પછી તેને 30,000 રૂપિયાનો મેસેજ આવ્યો અને ત્યાં સુધીમાં તે કોલ પર હતો.
ત્યાર બાદ ફોન કરનાર વડીલે જણાવ્યું કે તેમણે ભૂલથી અદિતીને 3 હજાર રૂપિયાના બદલે 30 હજાર રૂપિયા મોકલી દીધા હતા. વડીલે અદિતીને એ પૈસા પરત કરવા કહ્યું અને જણાવ્યું કે તેઓ ડૉક્ટર પાસે ઊભા છે અને તેમને પૈસા ચૂકવવાના છે.
તપાસ કરતાં અદિતીને ખબર પડી કે એસએમએસ કોઈ બેંકમાંથી નહીં પણ કોઈ ફોન નંબર પરથી આવ્યો છે. અદિતી સાવધ થઇ ગઇ. અદિતીએ તેનું બેંક એકાઉન્ટ ચેક કર્યા બાદ વડીલને ફોન કર્યો તો તેનો નંબર વડીલે બ્લોક કરી દીધો હતો. અદિતીના ખાતામાં કોઇ પૈસા આવ્યા નહોતા. અદિતીએ જણાવ્યું કે પૈસાની વાત આવે ત્યારે તે ત્રણ ગણી સાવધ રહે છે અને પૂરતી તપાસ કરે છે.
https://x.com/aditichoprax/status/1785942149139239248
અદિતીએ લોકોને પણ આવા કૌંભાડથી સાવચેત રહેવાની અને કોઇ અજાણ્યાને પૈસા ટ્રાન્સફર કરતા પહેલા થોડો સમય રાહ જોવાની અને બેંક ખાતામાં ખરેખર પૈસા આવ્યા છે કે નહીં તેની ખાતરી કરવાની સલાહ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button