કોળી સમાજ પણ વિરોધ કરવા રેસમાં
તંત્રને આવેદન પત્ર આપશે
રાજકોટ
આજરોજ રાજકોટ ખાતે ભાજપ નેતા કનુ દેસાઈના વાણી વિલાસ સામે કોળી સમાજ બાયો ચડાવી અને વિરોધ કરવા સજ્જ થયો છે.
ગામેગામથી કોળી સમાજના આગેવાનો આવેદનપત્ર આપીને અને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં તથા મીડિયાકર્મીઓને પહોંચાડી રહ્યા છે કે કોળી સમાજ યા શું કરી શકે છે.
આજરોજ મુન્નાભાઈ બાવળીયા નામના કોળી અગ્રણીએ પત્રકાર મિત્રોને જણાવ્યું હતું કે સમગ્ર કોળી સમાજની લાગણી દુભાવવાનો કોઈને અધિકાર નથી. આજ સુધી અમે ભારતીય જનતા પક્ષ સાથે રહ્યા છીએ અને કોઈ પણ જાતની અપેક્ષા રાખી નથી. અમે તડકામાં ઉભા રહ્યા છીએ અને તેમણે કહ્યું તે નેતાને મત આપ્યો છે, પરંતુ જો આવી નીતિ કાયમ રહી તો અને કનુ દેસાઈ જાહેર મંચ પરથી માફી નહીં માંગે તો ક્ષત્રિય સમાજની જેમ અમે સક્ષમ ન હોઇ, ભલે કોઈ સંમેલન તો નહીં કરી શકીએ, પરંતુ કોઈ પણ નેતાને હરાવવા માટે અમે આજે પણ સક્ષમ છીએ. આમ સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે કોળી સમાજનું આંદોલન પણ પ્રસરતું જાય છે.
રાજકોટ ખાતે આજે કલેકટર અને તંત્રને કોળી અગ્રણીઓ આવેદનપત્ર પણ આપવાના છે. હાલ પત્રિકા યુદ્ધને કારણે લેઉવા પટેલ સમાજ પણ થોડો ખફા છે ક્ષત્રિય સમાજનું આંદોલન તો ચાલુ જ છે તેમાં કોળી સમાજનો ઉમેરો થયો છે આ બધી પરિસ્થિતિ જોતા ભાજપને આવનારા દિવસોમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તાત્કાલિક ડેમેજ કંટ્રોલના પગલાં પણ લેવા જોઈએ.