આપણું ગુજરાત

IFFCOની ચૂંટણીમાં થશે ખરાખરીનો ખેલ : ભાજપ સામે ભાજપ જ બાખડશે !

ગાંધીનગર : આગામી 9 મેના રોજ ઈફ્કોની ચૂંટણી યોજાવાની છે. આ વખતે ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. ભાજપે જેને મેન્ડેટ આપ્યો છે તે બિપીન પટેલ અને જયેશ રાદડિયાએ ફોર્મ પરત નહિ ખેંચતા ખરાખરીનો જંગ બની રહેવાનો છે. બિપીન પટેલને ભાજપે મેન્ડેન્ટ આપ્યા હોવાનો દાવો છે. તો બીજી તરફ જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું છે. આમ, એક સીટ પર ત્રણ ઉમેદવારો મેદાને છે.

આ વખતે ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ગુજરાતમાંથી ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. આ વખતે અમદાવાદ, રાજકોટ અને મોડાસાના ઉમેદવારો વચ્ચે જંગ જામે તેવી સ્થિતિ સર્જાય છે. આગામી 9 મે ના દિવસે મતદાન થશે. ઈફ્કોમાં સૌરાષ્ટ્ર અને તેમાં રાજકોટ જિલ્લાના મતદારોનો દબદબો છે. કુલ ૧૮૨ મતદારો છે, જેમાં 68 મતદારો માત્ર રાજકોટ જિલ્લાના છે. આવામાં ગુજરાતના 180 મત વિભાજિત થઈ જવાની શક્યતા વધુ છે. આ મતોનુ વિભાજન થતા અણધાર્યું પરિણામ આવે તેવી શક્યતા છે. આ બતાવે છે કે, ભાજપના સહકાર સંગઠનમાં બે ભાગલા પડ્યાં છે.

ઇફ્ફ્કોની ચૂંટણીએ નવી ચર્ચાઓ જાગી છે, રાજ્ય સ્તરેથી મળતા મેન્ડેટની જેમ જ કેન્દ્રીય મેન્ડેટ ઈશ્યુ થયાની પણ ચર્ચાઓ છે. સહકારી ક્ષત્રેમાં મજબૂત પકડ ધરાવતા અમિત શાહ આ મામલે વિટો વાપરી તેવી ચર્ચા ઉઠી છે. ઇફકોની આ ચૂંટણીએ શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં બળવાખોરીનાં પુરાવા આપ્યા છે. બિપીન પટેલે બળવાખોરો સામે પગલા લેવાની લાગણી વ્યક્ત કરી છે. તો બીજી તરફ, જયેશ રાદડિયા અને પંકજ પટેલે પોતાની તરફેણમાં કેન્દ્રીય નેતાગીરી તરફથી મેન્ટેડ ઈશ્યૂ થાય તેવા પ્રયાસો ચાલુ કરી દીધા છે. જયેશ રાદડિયાની વાત કરીએ તો તેઓ સૌરાષ્ટ્રના વગદાર નેતા છે. સૌરાષ્ટ્રના મત પર તેમનું સારુ વર્ચસ્વ છે. તેમજ મોડાસાના પંકજ પટેલ પણ સારું પીઠબળ ધરાવે છે. હવે આ વચ્ચે અમિત શાહના બિપીન પટેલ કેટલા ફાવી જાય છે તે તો 9 તારીખે ખબર પડશે.

ઈફ્કોમા એક બેઠક માટે ચાર ઉમેદવારો મેદાને પડતા ચૂંટણી રસાકસીભરી બની રહેશે. હવે મુદ્દો એ છે કે, ચાલુ ટર્મમાં પણ રાદડીયા ઈફ્કોમાં ડિરેક્ટર રહ્યા છે અને તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે દિલિપ સંઘાણી ચેરમેન પદે છે. ઈફ્કોની ગવર્નીંગ બોડીમાં એક સીટ હોય છે અને રાજકોટ જિલ્લાના 42 સહિત 176 ડેલીગેટ્સ તેના મતદારો હોય છે. બિપિન પટેલ અને જયેશ રાદડિયા બંને સહકારી આગેવાનો છે.

ભાજપે બિપિન પટેલનો મેન્ડેટ જાહેર કરતાં હવે એ સ્પષ્ટ છે કે રાદડિયાને સાડલાઈન કરવાના મૂડમાં ભાજપ છે. ભાજપના મેન્ડેટ છતાં રાદડિયાએ ફોર્મ ભરી લેતાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે રાદડિયા ભાજપના મેન્ડેટનો અનાદર કરીને પણ ચૂંટણી લડી શકે છે. જયેશ રાદડિયા હાલ જેતપુરના ધારાસભ્ય છે. તેમને ગુજરાતના મંત્રીમંડળમાંથી પણ તેમની બાદબાકી કરાઈ છે. જોકે, રાદડિયાનું નામ લોકસભાની ટિકિટ માટે પણ ચર્ચાયુ હતું. પંરતુ તેમને ટિકિટ અપાઈ ન હતી. ત્યારે હવે સૌરાષ્ટ્રના ખેડૂતો પર મજબૂત પકડ ધરાવતા રાદડિયાને હવે શું ઈફ્કોમાંથી પણ હટાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે તેવા સવાલો વહેલા થયા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…