નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Loksabha Election 2024 : બે તબક્કાના મતદાનના આંકડા જાહેર કરવામાં વિલંબ અંગે ચૂંટણી પંચએ આપ્યું આ નિવેદન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કા માટે મતદાનના અંતિમ આંકડા જાહેર કરવામાં વિલંબને લઈને વિપક્ષોની ટીકાનો સામનો કરી રહેલા ચૂંટણી પંચે શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે. ચૂંટણી પંચે આ મુદ્દે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તે મતદાનના આંકડા સમયસર જાહેર કરવાને યોગ્ય મહત્વ આપે છે. કમિશન દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે દરેક મતદાન મથક પર આવતા મતદારોની સંખ્યા ફોર્મ 17Cમાં નોંધવામાં આવે છે. પારદર્શિતા માટે, પ્રિસાઇડિંગ ઓફિસર અને તમામ હાજર પોલિંગ એજન્ટો દ્વારા યોગ્ય રીતે સહી કરાયેલ ફોર્મ 17Cની નકલો હાજર તમામ પોલિંગ એજન્ટો સાથે શેર કરવામાં આવે છે.

ચૂંટણી પંચની મતદારોને મતદાન માટે અપીલ

ચૂંટણી પંચે નિવેદનમાં કહ્યું કે આ રીતે માત્ર મતવિસ્તાર મુજબના મતદાનનો ડેટા જ નહીં પરંતુ બૂથ મુજબના મતદાનનો ડેટા પણ ઉમેદવારો પાસે ઉપલબ્ધ છે. જે એક વૈધાનિક જરૂરિયાત છે. ચૂંટણી પંચ મતદાનના દરેક તબક્કા પછી મતદાન ટકાવારીના આંકડા સમયસર જાહેર કરવાને યોગ્ય મહત્વ આપે છે. ચૂંટણી પંચે નિવેદનમાં કહ્યું છે કે તેના કામકાજમાં ડિસ્ક્લોઝર અને પારદર્શિતા મહત્વપૂર્ણ છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં મતદાનમાં થયેલા નજીવા ઘટાડાને જોતા મતદારોની ભાગીદારી વધારવા અપીલ કરી છે.

મતદાનની ટકાવારી વધારવા માટે ચૂંટણી પંચ પ્રયાસ કરી રહ્યું છે

પ્રથમ તબક્કામાં 66.14 ટકા મતદાન થયું હતું જ્યારે બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું હતું. જે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી કરતાં સહેજ ઓછું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પંચે તમામ ધ્યાન મતદાનની ટકાવારી વધારવા પર કેન્દ્રિત કર્યું છે. મતદાન પ્રક્રિયાના બીજા તબક્કામાં કેટલાક મહાનગરોમાં મતદાનની ટકાવારીથી કમિશન નિરાશ છે. આ ટકાવારી વધારવા આગામી તબક્કા પૂર્વે પંચ સંબંધિત શહેરોના વહીવટીતંત્ર સાથે સતત સંપર્ક જાળવી રાખશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button