નેશનલ

વિંધ્યવાસિનીના ગર્ભગૃહમાં આવશે ગંગા…

મિર્ઝાપુરઃ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો ડ્રીમ પ્રોજેક્ટ વિંધ્ય કોરિડોરમાં મા વિંધ્યવાસિની ધામને ભવ્ય બનાવવા દરેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને વિંધ્ય કોરિડોરના નિર્માણ બાદ ગંગાનું પાણી સીધું માતાના ગર્ભગૃહમાં પહોંચશે. એટલું જ નહીં માતાના ગર્ભગૃહમાંથી નીકળતું પાણી આ માધ્યમથી સીધું ગંગા નદીમાં જશે. ઓટોમેટીક સિસ્ટમ આધારિત પાઇપ અને ચેમ્બર બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે.

મિર્ઝાપુરમાં આવેલા મા વિંધ્યવાસિની મંદિરના ગર્ભગૃહમાં ગંગા નદીનું પાણી સીધું માતાના ગર્ભમાં પહોંચશે. અને માતાને અર્પણ થયા બાદનું પાણી પાછું ગંગામાં સમાઈ જાય તે રીતે પાઇપલાઇન નાખવામાં આવી છે. મા વિંધ્યવાસિની મંદિરમાં દિવસમાં ચાર વખત આરતી કરવામાં આવે છે. મા વિંધ્યવાસિની મંદિરને આરતી દરમિયાન ચાર વખત માતાને ગંગાજળથી પગ ધોવામાં આવે છે. અને તે વખતે આઠ ઘડા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે મા વિંધ્યવાસિની મંદિરના સેવકો ગંગા ઘાટથી ગંગા જળ લાવે છે, જેનાથી માતા સ્નાન કરે છે અને તેમના પગ પખાળવામાં આવે છે.

મા વિંધ્યવાસિનીના સ્નાન બાદ વહેતું પાણી પણડોહામાંથી પસાર થઈને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કુંડમાં જાય છે. લોકો પણડોહામાંથી પાણી લઈને તેને પીને પોતાની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. તળાવમાં તમામ પાણી એકત્ર થાય છે. આ તળાવ વર્ષમાં એક વખત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પ્રાર્થના માટે ખુલ્લુ મૂકવામાં આવે છે.

હાલમાં માતા વિંધ્યવાસિનીના સ્નાન માટે ગંગામાંથી પાણી લાવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સેવકો પગપાળા ગંગા ઘાટ પરથી પાણી લઈને આવે છે. મા વિંધ્યવાસિની મંદિરના ગર્ભગૃહમાંથી નીકળતું પાણી આ સિસ્ટમ દ્વારા ગંગા નદીમાં પહોંચશે. આ સિસ્ટમથી આખા વર્ષ દરમિયાન પાણીનો બચાવ પણ થશે અને તળાવમાં પાણી એકત્ર પણ નહી કરવું પડે. આ માટે કામગીરી ચાલી રહી છે. સિટી મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે મા વિંધ્યવાસિની મંદિરને ભવ્ય અને સુંદર બનાવવા માટે દરેક નાની-મોટી બાબતોનું ખૂબ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ગંગા નદીનું પાણી સરળતાથી માતાના ગર્ભગૃહ સુધી પહોંચે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button