આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ગુજરાતમાં 5 થી 7 મે સુધી યલો એલર્ટ, મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, બપોરના સમયે શહેરોના માર્ગો સુમસામ જોવા મળી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. જોકે ગઈ કાલે સૌથી વધુ ગરમી અમદાવાદમાં નોંધવામાં આવી હતી. અમદાવાદમાં ગરમીએ 41 ડિગ્રીની મહત્તમ સપાટીને વટાવી દીધી હતી. આ પરિસ્થિતીમાં હવામાન વિભાગેની વધુ એક આગાહીએ ચિંતા વધારી છે. આગાહી મુજબ આજથી 10 દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે, જ્યારે ચાર દિવસ સુધી યલો એલર્ટ રહેશે.

હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. એ.કે. દાસે જણાવ્યું કે, આગામી 7મી મેના રોજ ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે, ત્યારે રાજ્યમાં ગરમીનો પારો ઉચકાઈ શકે છે. આગામી 5 થી 7 મે સુધી યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને મતદાનના દિવસે કાળઝાળ ગરમી પડવાથી હીટવેવની આગાહી કરવામાં આવી છે.મતદાનના દિવસે એટલે કે 7મી મેના રોજ અમદાવાદનું તાપમાન વધીને 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ અને પોરબંદરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

આજે સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સિવાય અમરેલીમાં 42 ડિગ્રી તેમજ અમદાવાદમાં 41.7 અને વડોદરામાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે રાજ્યમાં અમદાવાદમાં 41.4 ડિગ્રી, ભૂજમાં તાપમાન 40.6 ડિગ્રી, અમરેલીમાં 40.6 ડિગ્રી, રાજકોટમાં (Rajkot) 40.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આપણ વાંચો: ક્ષત્રિય આંદોલન વચ્ચે, ગુજરાતના 45 રાજવીઓએ PM નરેન્દ્ર મોદીનું કર્યું સમર્થન

આ ઉપરાંત છોટા ઉદેપુરમાં 39.8 ડિગ્રી તાપમાન, વડોદરામાં 39.6 ડિગ્રી, ડીસામાં 38.6 ડિગ્રી, નલિયામાં (Nalia) 38.4 ડિગ્રીમાં, દાહોદમાં 38 ડિગ્રી, ભાવનગરમાં 37.3 ડિગ્રી, જામનગરમાં 37.3 ડિગ્રી, સુરતમાં 36.6 ડિગ્રી અને પોરબંદરમાં (Porbandar) 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આજે રાજ્યના 11 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઊંચુ નોંધાયું છે. જો કે દરિયાપારના પવનો ફૂંકાવાના કારણે દક્ષિણ ગુજરાતના સુરતમાં તાપમાનનો પારો ગગડીને 39.8 ડિગ્રી નોંધાયો છે. હવામાન વિભાગના મતે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સપ્તાહના અંત સુધી ગરમીનો પારો 39 થી 41 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.

જ્યારે બીજી તરફ રાજ્યના ઓખા, ભૂજ અને નલિયામાં વાદળછાયું વાતારવણ રહ્યું છે. આ વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button