ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી જમાવો
A B
ઠામ બડાઈ
ઠાલું મુક્કો
ઠાંસ ખાલી
ઠસ્સો વાસણ
ઠોંસો ભપકો
ઓળખાણ પડી?
ભારતમાં સૌપ્રથમ ટેસ્ટ મેચ ૧૯૩૪માં એ સમયે મદ્રાસ (આજનું નામ ચેન્નઈ) તરીકે ઓળખાતા શહેરના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં કઈ બે ટીમ વચ્ચે રમાઈ હતી?
અ) ભારત – વેસ્ટ ઈન્ડિઝ બ) ભારત – ઈંગ્લેન્ડ
ક) ભારત – ઓસ્ટ્રેલિયા ડ) ભારત – ન્યૂ ઝિલેન્ડ
ગુજરાત મોરી મોરી રે
ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ તેમજ ગોલ્ડ પ્લેટેડ દાગીના અને ભરતકામનાં વસ્ત્રો માટે જાણીતા સૌરાષ્ટ્ર પ્રદેશના નગરનું નામ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) અમરેલી બ) મોરબી ક) વલ્લભીપુર ડ) બગસરા
જાણવા જેવું
ઇમારતી બાંધકામમાં વપરાતા પથ્થર ખરબચડી સપાટી સાથે કે ઘાટ ઘડેલા સ્વરૂપે જુદી જુદી રીતે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. સામાન્ય રીતે આવા ઇમારતી પથ્થરોનો ઉપયોગ મકાન બાંધવામાં, ઇજનેરી બાંધકામમાં તથા રસ્તા બનાવવાના કામમાં થાય છે. રેતીખડક કે ચૂના ખડક જેવા કેટલાક ઈમારતી પથ્થર નરમ હોવાથી સારી રીતે ઘડવામાં ઉપયોગી થાય છે તથા તેના પર કોતરણી કામ કરી શકાય છે.
ચતુર આપો જવાબ
પરંપરાગત વીજળીના બલ્બમાં ફિલામેન્ટ તરીકે ઓળખાતો પાતળો વાયર હોય છે. આ વાયરને કારણે જ પ્રકાશ મળતો હોય છે. આ વાયર કઈ ધાતુનો હોય છે એ કહી શકશો?
માથું ખંજવાળો
અ) કોપર
બ) ટંગસ્ટન
ક) એલ્યુમિનિયમ ડ) ઝીંક
નોંધી રાખો
જીવન એક એવી શાળા છે જેમાં તમને ક્યારેય ખબર નથી પડતી કે તમે કયા વર્ગમાં છો અને તમારે કઈ પરીક્ષા આપવાની છે? ક્યારે નવો પડકાર આવશે એનું કોઈ ગણિત નથી.
માઈન્ડ ગેમ
વિદ્યાભ્યાસ સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે. Graphology તરીકે જાણીતી શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) ચાર્ટ બ) વરસાદ
ક) સમુદ્ર ડ) હસ્તાક્ષર
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
રંજક આનંદદાયક
રંજાડ નુકસાન
રંદો સુતારી ઓજાર
રંજ વસવસો
રંધ્ર કાણું
ગુજરાત મોરી મોરી રે
આણંદ
ઓળખાણ પડી
મધ્ય પ્રદેશ
માઈન્ડ ગેમ
નકશો
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મુંબઈ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) નીતા દેસાઈ (૪) શ્રદ્ધા આશર (૫) ધીરેન્દ્ર ઉદ્દેશી (૬) ભારતી બુચ (૭) પ્રતીમા પમાણી (૮) ખુશરૂ કાપડિયા (૯) કિશોર બી. સઘ્રહાજકા (૧૦) ઈનાક્ષી દલાલ (૧૧) હિના દલાલ (૧૨) રમેશ દલાલ (૧૩) જ્યોત્સના ગાંધી (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) પુષ્પા પટેલ (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) મીનળ કાપડિયા (૧૮) શીરીન ઔરંગાબાદવાલા (૧૯) જ્યોતિ ખાંડવાલા (૨૦) ડૉ. પ્રકાશ કટકિયા (૨૧) ભારતી પ્રકાશ કટકિયા (૨૨) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૩) નિખિલ બંગાળી (૨૪) અમીશી બંગાળી (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) નંદકિશોર સંજાણવાળા (૨૮) મહેશ દોશી (૨૯) વિણા સંપટ (૩૦) જયવંત પદમશી ચિખલ (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) ભાવના કર્વે (૩૩) અંજુ ટોલિયા (૩૪) કલ્પના આશર (૩૫) પુષ્પા ખોના (૩૬) જયવંત પદમશી ચિખલ (૩૭) દિલીપ પરીખ (૩૮) રજનીકાંત પટવા (૩૯) સુનીતા પટવા (૪૦) મુલરાજ કપૂર (૪૧) મહેશ સંઘવી (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) હર્ષા મહેતા (૪૪) સુરેખા દેસાઈ (૪૫) નયના ગિરીશ મિસ્ત્રી (૪૬) અલકા વાણી (૪૭) જગદીશ ઠક્કર (૪૮) તાહેર ઔરંગાબાદવાલા (૪૯) શીરીન ઔરંગાબાદવાલા (૫૦) મહેશ સંઘવી