ડિલીવરી બોય બન્યો કપિલ શર્મા, ‘zwigato’નું ટ્રેલર રિલીઝ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ ફિલ્મી ફંડા

કોમેડીની દુનિયાના બાદશાહ કપિલ શર્મા નંદિતા દાસની ફિલ્મ ઝ્વિગેટોમાં મહત્વનું પાત્ર ભજવતો જોવા મળશે. આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. કપિલ સાથે ફિલ્મમાં શાહાના ગોસ્વામી મુખ્ય પાત્ર ભજવતી જોવા મળશે.
કપિલે આ ફિલ્મનું ટ્રેલર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે અને કેપ્શનમાં લખ્યું છે કે ટોરંટો ફિલ્મ ફેસ્ટિવલમાં સફળ વર્લ્ડ પ્રિમિયર બાદ ‘zwigato’ બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં લોકોના દિલ જીતવાની તૈયારી કરી રહી છે.

નોંધનીય છે કે કપિલ ફિલ્મમાં એક ડિલિવરી બોયનું પાત્ર ભજવી રહ્યો છે, જે લોકોને ભાવુક કરી રહ્યો છે. કપિલે આ ફિલ્મમાં ડિલિવરી બોયના સંઘર્ષને દર્શાવવાની કોશિશ કરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.