પારસી મરણ
ધનજી શૉ કાવસજી બીલીમોરીયા તે મરહુમ નાજુ ધનજી શૉ બીલીમોરીયાના ખાવીંદ. તે કાર્લ બીલીમોરીયા તથા નીલુફર ભટનાગરના બાવાજી. તે મરહુમો તેહમીના તથા કાવસજી બીલીમોરીયાના દીકરા. તે પુનીત ભટનાગરના સસરાજી. તે મરહુમો રૂસી, એરચ, ગુલબાનુ બીલીમોરીયા, ખોરશેદ કોન્ટ્રેક્ટર, એમી દસ્તુર તથા જોલી મેધોરાના ભાઇ. (ઉં. વ. ૯૬). ઉઠમણાંની ક્રિયા: તા. ૨૩-૧-૨૩ના રોજ બપોરે ૩.૪૦ કલાકે, વાડયા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.