પારસી મરણ
કેટી મેહેરવાન કોલાબાવાલા તે મેહેરવાન બેહેરામશાહ કોલાબાવાલાના ધણીયાણી. તે ઝીનોબ્યા ફરહાદ મોટાફરામ, યાસ્મીન કૈઝાદ ભાઠેનાના માતાજી. તે મરહુમો ફ્રેણી તથા મીનોચેહેર હોરમસજી મીસ્ત્રીના દીકરી. એ એરવદ બહેરામ ને એરવદ સરોશ ફરહાદ મોટાફરામના મમઈજી. તે સોરાબ મીનોચહેર મીસ્ત્રી તથા મરહુમો સામ મીનોચહેર મીસ્ત્રી ને પેરીન નરીમાન તારાપોરના બહેન. તે ફરહાદ અદી મોટાફરામ તથા મરહુમ કૈઝાદ ગોદરેજ ભાઠેનાના સાસુ. (ઉં. વ. ૮૩) રે. ઠે.: ન્યુ મ્યુનિસિપલ બિલ્ડિંગ, ત્રીજે માળે, ફલેટ નં. ૧૯, નાનાચોક, ગ્રાન્ટરોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: ૧૧-૧-૨૦૨૩ બપોરે ૩.૪૫ પી.એમ ડુંગરવાડી ઉપરની ભાભા નં. ૧માં છે.
હૈદરાબાદ
રોહિન્ટન જે. ગોટલા (ઉં. વ.૬૨) ૨૬ ડિસેમ્બરે ગુજરી ગયા છે. તે બેનિફરના હસબન્ડ. મરહુમ જાલેજેર અને મરહુમ જેરબાનુના દીકરા.
હૈદરાબાદ
રોશન અસ્પી જિલ્લા (ઉં. વ. ૮૨) ૩૦ ડિસેમ્બરે ગુજરી ગયા છે. તે અસ્પી જિલ્લાના વાઇફ. દિલનાઝ, રાઇશાદ, બખ્તિયાર, હોમિયારના મધર. કેનિશા, કયાન, યોહાન, તહાન, પર્લિન, ફરાઝના ગ્રેન્ડ મધર.