પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

દોલી સોલી ઘાસવાલા તે મરહુમો ધનમાય તથા જમશેદજી શ્રોફનાં દીકરી. તે મરહુમ સોલી કેકોબાદ ઘાસવાલાના ધણિયાની. તે ફરામરોઝ તથા પરસીનાં માતાજી. તે પરવીન તથા ઝરીનનાં સાસુજી. તે મરહુમો તેહમીના, ખોરશેદ, પુતલી, નાદીર, તથા મીનોચહેરના બહેન. (ઉં. વ. ૮૯) રે. ઠે. ૧/બી, ઇડેના ૧લે માળે, ૯૭, મહારાશી કરવે રોડ, મરીન લાઇનસ, મુંબઇ-૪૦૦૦૨૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૮-૮-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, અંજુમન આતશ બેહરામમાં થશેજી.
થ્રીતી હોમી ભક્કા તે મરહુમ હોમી એરચશા ભક્કાના ધણિયાની. તે મરહુમો સોહરાબજી અને કેરબાનુ લશકરીના દીકરી. તે એરચ અને શારૂખ ભક્કાના માતાજી. તે સુનીતા સ. ભક્કાના સાસુજી. તે રયોમંદ અને યઝદના બપઇજી. તે ફરામ સોહરાબજી લશ્કરી તથા મરહુમો ખુશરૂ તથા અસ્પી સ. લશકરીના બહેન. (ઉં.વ. ૮૬) રે. ઠે. ૧૪/ સુશીલ બિલ્ડિંગ, ૧લે માળે, આર્થર બંદર રોડ, કોલાબા, મુંબઇ-૪૦૦૦૦૫. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૮-૮-૨૨ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, બનાજી લીમજી અગિયારી, ફોર્ટમાં થશેજી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.