પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

ઝરીન હોશંગ નાવા તે મરહુમ હોશંગ પીરોજશાહ નાવા (તડગામવાલા)ના ધણિયાની. તે કેશમીરા માવલવાલા, ફરસોસ નાવા તથા ખુશમન સરકારીના માતાજી. તે મહેરનોશ માવલવાલા, ફીરૂઝી નાવા તથા પોરાસ્પા સરકારીના સાસુજી. તે તાનીયા તથા મેરશાહના બપઇજી. તે પીનાઝ ચીનોય, મેહરનાઝ યાઝદ, કેરફી તથા વસપાનના મમયજી. (ઉ.વ. ૮૦) ઉઠમણાંની ક્રિયા: તા. ૧૮-૭-૨૨ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, હોડીવાલા બંગલી ડુંગરવાડીમાં થશેજી.
ફીરોઝ કૈખશરૂ ચીનોય તે નરગીસ ફીરોઝ ચીનોયના ખાવીંદ. તે યઝદી ફીરોઝ ચીનોય તથા સાયરસ ફીરોઝ ચીનોયના બાવાજી. તે મરહુમો મનીજેહ તથા કૈખશરૂ સોરાબજી ચીનોયના દીકરા. તે આબાન ય. ચીનોય તથા રશના સ. ચીનોયના સસરાજી. તે વાહબીઝ પ. ચીનોય, ખુશનાઝ પ. ચીનોય તથા કૈનાઝ સ. ચીનોયના બપાવાજી. (ઉં. વ.૯૧).
પીરોજા બમન ઇરાની તે મરહુમ બમન બેહરામ ઇરાનીના વિધવા. તે કયોમર્ઝ બ. ઇરાની તથા સાયરસ બ. ઇરાનીના માતાજી. તે મરહુમો તેહમીના તથા સોરાબજી રૂસ્તમજી ઇરાનીના દીકરી. તે ફરાહનાઝ ક. ઇરાની તથા દેલનાઝ સ. ઇરાનીના સાસુજી. તૈ શૌવાન ક. ઇરાની તથા બીનાયશા સ. ઇરાનીના બપઇજી. (ઉં. વ. ૮૨) ઉઠમણાંની ક્રિયા: તા. ૧૮-૭-૨૨ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, જોખી અગિયારી, ગોદરેજ બાગમાં થશેજી.
ધન રૂસી ચાચા તે મરહુમ રૂસી હોમી ચાચાના વિધવા. તે તનાઝ સ. શ્રોફ તથા ડેઝી ઝ. એલાવીયાના માતાજી. તે મરહુમો મનીજેેહ તથા એરચ ર. એન્જિનિયરના દીકરી. તે શારૂખ શ્રોફ તથા ઝુબીન એલાવીયાના સાસુજી. તે તાન્યા તથા નાશા શ્રોફના મમઇજી. (ઉં. વ. ૭૩).
નરગીશ હોશંગ લશ્કરી તે હોશંગ હોરમસજી લશ્કરીના ધણિયાની. તે કયોઝ હોશંગ લશ્કરીના માતાજી. તે મરહુમો હોમાય તથા રૂસ્તમજી મેહેરવાનજી છાપખાનાવાલાના દીકરી. તે શેરોન ક્યોઝ લશ્કરીના સાસુજી. તે થોમસ તથા એમી લશ્કરીના બપઇજી. (ઉં. વ. ૮૯).
શેરૂ કૈખુશરૂ કાવાસા પેમાસ્તર તે મરહુમો દીના તથા કૈખુશરૂ પેમાસ્તરના દીકરી. તે સોલી કૈખુશરૂ પેમાસ્તર તથા મરહુમ બેપસી મનચેરશાહ મીસ્ત્રીનાં બહેન. તે રૂઝવીન ઝમીર પાલમકોટ, નાઝરીન કયોમરઝ દસ્તુર તથા ફરહાન સોલી પેમાસ્તરનાં ફૂઇજી. તે લીલી સોલી પેમાસ્તરના નરણ.(ઉં. વ.૮૪).
કેટી દીનશાહ ચોઠીયા તે મરહુમ દીનશાહજીના ધણિયાની. તે મરહુમ જરબાનુ અને ખોદાદા ઇરાનીના દીકરી. તે શાહરૂખના મમ્મી. તે ફરજાનાના સાસુ. તે મેરજાદ અને અનાહીતાના બપઇજી. (ઉં. વ. ૭૪).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.