પારસી મરણ
મેહેરૂ ફરામરોઝ દાજી તે મરહુમો મક્કા અને ફરામરોઝ અરદેસર દાજીના દીકરી. તે ઝરીન ફીરોઝ ખરાસના બહેન. તે અસ્પંદીયાર ફીરોઝ ખરાસ, ફીરૂજી બેહેરામ ખંબાતા, અનાહીતા શાપુર પાગડીવાલાના માસી. તે જેસમીન અસ્પંદીયાર ખરાસના માસી સાસુ. તે ફ્રેહાન, બીનાઈશા, આયશા, ઉરવક્ષ ને પરીનાઝના મોટા માસીજી (ઉં. વ. ૮૬) રે. ઠે. જે. જે. બિલ્ડિંગ નં. ૨, બીજે માળે, રૂમ નં. ૫, તારદેવ રોડ, મુંબઈ ૪૦૦૦૦૭. ઉઠમણાની ક્રિયા તા. ૨૫-૧૨-૨૦૨૨ બપોરે ૩.૪૫ વાગે બેનેત નં. ૫માં છેજી.
દારાયસ બેહરામ શોહ તે લીન્દા દી. શોહના ધણી. તે મરહુમો બેહેરામ અને જરુ શોહના દીકરા. તે રયનના બાવાજી. તે મેધાના સસરાજી. તે ઈલીન શોહ, કેશમીરા વાચા. તથા મરહુમ કેરમાન શોહના ભાઈ. તે રયોમંદ, પરસીસ, આબાન, મેરજાદના મામા. (ઉં. વ. ૬૫) રે. ઠે. પર્લ બિલ્ડિંગ, ભોઈતળીયે, સન જોસેફ રોડ, નીયર ખાર સબવે, મુંબઈ-૫૪. ઉઠમણાની ક્રિયા તા. ૨૫-૧૨-૨૦૨૨ને દીને બપોરે ૩.૪૦ વાગે શેઠના અગ્યારી.