પારસી મરણ

રોહિન્ટન રુસ્તમ પંથકી (ઉં. વ. ૮૨) ગુજરી ગયા છે. તેમના કોઇ સગાં હોય તો પુરાવા સાથે ડુંગરવાડીનો સંપર્ક કરવો. જો કોઇ સગાં નહીં આવે તો તેની પાયદસ્ત સેરેમની ડુંગરવાડી ખાતે કરાશે.
રૂસ્તમ કૈખશરૂ મુબારાકઇ તે ઇરાનડોક રૂસ્તમ મુબારાકઇના ખાવીંદ તે સીરાઝ રૂસ્તમ મુબારકઇ, શીફરીઝ ને દીલા આફરૂઝના બાવાજી. તે જાસ્મીન, શાહઝનીનના સસરાજી. તે શાહઝીયાન, ફારીબોઝ, શેનઝેનના ગ્રેન્ડ ફાધર. તે મરહુમો કેશવાર અરદેશીર મુબારાકઇ ને તે મરહુમો કેખશરૂ મેરવાન મુબારાકઇના દીકરા. તે મરહુમો ફ્રેની અસ્પંદીયાર દાસ્તી, તે મરહુમો અસ્પંદીયાર ગુસ્તાદ દાસ્તીના જમાઇ. તે મરહુમો સોરાબ, પારીબોર ને યઝદસીરના ભાઇ. (ઉં. વ. ૮૯) રે. ઠે. ૧૪, અરૂણ એપાર્ટમેન્ટ, ત્રીજે માળે, તિલક રોડ, સાંતાક્રુઝ, (વેસ્ટ), મુંબઇ-૪૦૦૦૫૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૯-૮-૨૨ના બપોરે ૩.૪૫ પી. એમ. બાંદ્રા મધે પંથકી અગિયારીમાં છે.
પેરીન રૂસી જેસીયા તે મરહુમો નસરવાનજી અને દીના દાદીના દીકરી. તે મરહુમ રૂસી પીરોજશા જેસીયાના ધણિયાની. તે જમશેદ, આદીલ, સોરબ, યઝદીના માતાજી. તે કીયાન અને દેજીના સાસુજી. તે અરજાન અને જેહાનના બપઇજી. તે મરહુમો પીરોજશા અને બાનુબાઇ જેસીયાના વહુ. (ઉં. વ. ૮૭) રે. ઠે. જી-૧૧, શાપુરજી ભરુચા બાગ. એસ. વી. રોડ, અંધેરી (પ.) મુંબઇ-૫૮. ઉઠમણાંની ક્રિયા: તા.૧૯-૮-૨૨ના બપોરે ૩.૪૫ વાગે ભાભા નં.૧માં છેજી.
હૈદરાબાદ
દિલબર ઝુબીન બનાજી (ઉં. વ. ૫૩) તા. ૧૧-૮-૨૦૨૨એ ગુજરી ગયા છે. તે ઝુબીનના વાઇફ. યઝદાનના મધર. મરહુમ સામ અને ડોલી મિસ્ત્રીના દીકરી. શિરાઝ મિસ્ત્રીના બહેન.

Google search engine