પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

કેટી દીનશાહ ચોઠીયા તે મરહુમ દીનશાહજીના ધણીયાની. તે મરહુમ જરબાનુ અને ખોદાદા ઈરાનીના દીકરી. તે શાહરૂખના મમ્મી. તે ફરજાનાના સાસુ. તે મેરજાદ અને અનાહીતાના બપઈજી. (ઉં. વ. ૭૪) રે. ઠે.: એન એમ. પીટીટ વીડો ચાલ, ૧૩૨, મોદી સ્ટ્રીટ, બીજે માળે, રૂ. નં. ૨૫, ફોર્ટ, મુંબઈ-૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: ૧૭-૭-૨૨એ બપોરનાં ૦૩.૪૫ વાગે મેહલ્લા પટેલ અગિયારીમાં છેજી. (ગ્રાંટ રોડ-મુંબઈ)
નરગીશ હોશંગ લશ્કરી તે હોશંગ હોરમસજી લશ્કરીના ધણીયાની. તે કયોઝ હોશંગ લશ્કરીના માતાજી. તે મરહુમો હોમાય તથા રૂસ્તમજી મેહેરવાનજી છાપખાનાવાલાના દીકરી. તે શેરોન કયોઝ લશ્કરીના સાસુજી. તે થોમસ તથા એમી લશ્કરીના બપઈજી. (ઉં. વ. ૮૯) રે. ઠે.: ગાય બીલ્ડીંગ, એ, ૬૪૬, ખરેગાટ રોડ, દાદર, મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૭-૭-૨૨ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, રૂસ્તમ ફ્રામના અગિયારી, દાદરમાં થશેજી.
ધન રૂસી ચાચા (ઉં.વ. ૭૩) તે મરહુમ રૂસી હોમી ચાચાના વિધવા તે તનાઝ સ. શ્રોફ તથા ડેઝી ઝ. એલાવીયાના માતાજી તે મરહુમો મનીજેહ તથા એરચ ર. એનજિન્યરના દીકરી તે શારૂખ શ્રોફ તથા ઝુબીન એલાવિયાના સાસુજી. તે તાન્યા તથા નાશા શ્રોફના મમઈજી. સ્થળ: ઓલ્ડ પંપ હાઉસ, મનીશ પાર્કની સામે, સૉલસેટ પારસી કોલોની, બિલ્ડિંગ નં. ૫, બી-૫૦૩/૫૦૪, અંધેરી (પૂ), મુંબઈ-૪૦૦ ૦૯૩. ઉઠામણાની ક્રિયા તા. ૧૭-૭-૨૦૨૨ના રોજ, બપોરે ૩.૪૦ કલાકે, મેવાવાલા અગિયારી, ભાયખલામાં થશેજી.
શેરૂ કૈખુશરૂ કાવાસા પેમાસ્તર (ઉં.વ. ૮૪) તે મરહુમો. દીના તથા કૈખુશરૂ પેમાસ્તરનાં દીકરી. તે સોલી કૈખુશરૂ પેમાસ્તર તથા મરહુમ બેપસી મનચેરશાહ મિસ્ત્રીનાં બહેન. તે રૂઝવીન ઝમીર પાલમકોટ, નાઝરીન ક્યોમરઝ દસ્તુર તથા ફરહાન સોલી પેમાસ્તરના ફુઈજી. તે લીલી સોલી પેમાસ્તરનાં નરણ. સ્થળ: લેડી દોરાબ ટાટા બિલ્ડિંગ નં.૧, ફલેટ નં.૨, ટાટા બલોક્સ, એસ.વી. રોડ, બાંદ્રા (પૂ). મુંબઈ- ૪૦૦ ૦૫૦. ઉઠમણાની ક્રિયા તા. ૧૭-૭-૨૦૨૨ના રોજ, બપોરે ૩.૪૦ કલાકે, તાતા અગિયારી, બાંદ્રામાં થશેજી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.