પારસી મરણ

મરણ નોંધ

પારસી મરણ

નાજુ જાલ કલવચવાલા તે મરહુમો શીરીન તથા દીનશાહ બમનજી દેવલાલીવાલાના દીકરી. તે જાલ કાવસજી કલવચવાલાના ધણિયાની. તે હોમ્યાર ને દીન્યારના માતાજી. તે જયસી ને કરીશમાના સાસુજી. તે નતાશા, શયામક ને દારાયશના બાઇજી. તે ખોરશેદ કેરસસ્પ મેરવાન, રોહીન્ટન, હુતોક્ષી દ. દેવલાલીવાલા તથા મરહુમો ઝરીન રૂસી બુહારીવાલા ને દારાયશના બહેન. તે મરહુમો ધનજી-શાહ, એરચ ને હોમીના ભાભી. (ઉં. વ. ૭૯) રે. ઠે. એલ/૧-૧૪, કામા પાર્ક, કામા રોડ, અંધેરી (વે), રેલવે સ્ટેશનની સામે, મુંબઇ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૭-૭-૨૨ બપોરે ૩-૪૫ પી.એમ. અંધેરી મધ્યે પટેલ અગિયારીમાં.
ભીકુ રૂસ્તમ ડુંગાજી તે મરહુમો મેહેરબાઇ તથા રૂસ્તમજી ડુંગાજીના દીકરી. તે દીનશૉ ડુંગાજી તથા મરહુમ માણેક ડુંગાજીના બહેન. તે જાંગુ ડુંગાજી તથા અનાહીતા સ્પીટ્ઝનાગલના ફૂઇજી. તે મરહુમ બારબરા ડુંગાજીના નરન. તે સીમોનીલ મ. નારગોલવાલા તથા મેહેર ફ. મહેતાના આંતી. (ઉં. વ. ૮૫) રે. ઠે. ૪૮/ બી, અનીતા બિલ્ડિંગ, ૪થે માળે, માઉન્ટ પ્રેસન્ટ રોડ ચીફ મીનીસ્ટર હાઉસની સામે, મલબાર હિલ, મુંબઇ-૪૦૦૦૦૬.
મની બેહરામ કાવારાના તે મરહુમો બેહરામ ગુસ્તાદજી કાવારાનાના વિધવા. તે મરહુમો તથા પીરોજશૉ નવરોજી બ્રાસના દીકરી. તે નવલ પ. બ્રાસ તથા મરહુમો પેરીન મ. પંથકી તથા રોશન ક. ઉકાજીના બહેન. તે જમશેદ, ખુશરૂ, દારાયસ, પરીઝાદ અનાહીતા તથા ઝરીનના આંતી. તે નરગીશ ન. બ્રાસ તથા મરહુમો માણેક સ. પંથકી તથા કેકી જ. ઉકાજીના સિસ્ટર-ઇન-લૉ. તે બાનુબાઇ તથા ગુસ્તાદજી કાવારાનાના વહુ. (ઉં.વ. ૯૦) રે. ઠે. ૪૨, સાઇ આશીશ, પીટર ડાયસ રોડ, હીલ રોડ, બાંદ્રા (વે), મુંબઇ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૬-૭-૨૨ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, સેઠના અગીયારી, તારદેવમાં થશેજી.
નરગીશ જાલ સુરતીયા તે મરહુમો બાનુબાઇ તથા દારબશાહ ઉમરીગરનાં દીકરી. તે મરહુમ જાલ રતનશાહ સુરતીયાનાં ધનિયાની. તે ગોસ્પી ફીરદોશ પટેલ તથા બીનાઇફર ઝુબીન પટેલના માતાજી. તે ફીરદોસ રૂસી પટેલ તથા ઝુબીન નરીમાન પટેલનાં સાસુજી. તે મરહુમો નરીમાન, નાદીરશાહ તથા એરચ શાહ ઉમરીગરનાં બહેન. તે રૂખશીન, જેહાન તથા તાનીયાનાં મમઇજી. (ઉં.વ. ૯૦) રે. ઠે. ફલેટ નં-૨૨, બીજે માળે, માલેગામવાલા બિલ્ડિંગ નં-૨, સ્ટેશન રોડ, માહીમ, મુંબઇ-૪૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૬-૭-૨૨ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, સુનાવાલા અગીયારી, માહીમમાં થશેજી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.