પારસી મરણ
ઓ. નાજુ ફીરોઝ દસ્તુર તે મરહુમ એરવદ ફીરોઝ દસ્તુરના ધનીયાની. તે મરહુમો ઓસ્તી. જાઈજી તથા એરવદ હીરાજી કાંગાના દીકરી. તે ઓસ્તી, દોલી તથા મરહુમો ઓસ્તી, હોમાય, રતી, એરવદ એદલ તથા મક્કીના બહેન. તે ખુશરૂ મિસ્ત્રી, કેશમીરા તથા ફરીદાના માસીજી. તે નરગીશ કાંગા તથા નાજુ અને કેટીના કાકીજી. તે ઓસ્તી બપઈ કાંગાના ભાભી. (ઉં.વ. ૯૨). રહેવાનું ઠેકાણું: સી-૩૦૩, ભીમા સી. એચ. એસ. શાંતિવન, કરીશના નગર, બોરીવલી (ઈ.), મુંબઈ-૪૦૦૦૬૬. ઉઠમણાંની ક્રિયા તા. ૩૦-૩-૨૩એ બપોરના ૩.૪૫ વાગે બનાજી લીમજી અગિયારીમાં છેજી. (ફોર્ટ-મુંબઈ).
પરવેઝ કેરસી ગાંધી તે મરહુમો મેહરા તથા કેરસી ગાંધીના દીકરા. તે આબાન શાહપુર માસ્તર, અરનાવાઝ તેમતન જેહાની તથા મીનુ કેરસી ગાંધીના ભાઈ. તે કમલ, ફરશીદ, કયાન તથા રશનાના માતાજી. તે બેરેઝીદા તથા નીઓશાના કાકાજી. તે એરવદ શાહપુર ફલી માસ્તર તથા તેમતન મેરવાન જેહાનીના સાલાજી. તે પરીનાઝ મીનુ ગાંધીના જેઠ. (ઉં.વ. ૬૬). રહેવાનું ઠેકાણું: એમ/૧૭, ગોદરેજ બાગ, ઓફ નેપીયન્સી રોડ, નીયર સીમલા હાઉસ, મુુંબઈ-૪૦૦૦૩૬. ઉઠમણાંની ક્રિયા તા. ૩૦-૩-૨૩ના રોજ બપોરે ૩.૪૦ કલાકે ઓલબ્લેસ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
મીનુ જાલ પટેલ (ઉં.વ. ૮૯)નું ડેડ બોડી મુંબઈના હ્યુજીસ રોડની ઓલ્ડ ખરેઘાટ કોલોનીની એફ.એસ. પારુખ ધરમશાળા ખાતેથી ડુંગરવાડી લવાઈ હતી. તેમના રિલેટીવ્સની માહિતી નથી. જો કોઈ સગાં નહીં આવે તો ૪૮ કલાકમાં અંતિમસંસ્કાર કરાશે.