પારસી મરણ
મીની રૂસી વાડીયા તે રૂસી ધનજીશાહ વાડીયાના ધણીયાણી. તે સનમ ને શીરાઝના માતાજી. તે મરહુમો ટેહમીના તથા સામ સંજાણાના દીકરી. તે મરહુમો હીરાબાઈ તથા ધનજીશાહ વાડીયાના વહુ. તે કૈઝાદ ને કેરસીના સાસુ. તે રશકીન, અરઝાન ને બીનાઈફરના મમઈજી. તે બેપસી રાણા તથા મરહુમ પેસી વાડીયાના ભાભી. (ઉં.વ. ૮૮). રહેવાનું ઠેકાણું: એફ/૫/૫૪, ગોદરેજ હીલ સાઈડ કોલોની, વિક્રોલી (વે.), મુંબઈ-૭૯. ઉઠમણાંની ક્રિયા તા. ૧૬-૩-૨૩ બપોરે શેઠના અગિયારીમાં ૩.૪૦ પી.એમ. તાડદેવ મદ્યે.
બીલીમોરા
જમશેદ શાવકશા ભગવાગર, તે હુતોક્ષીના ખાવિંદ. તે મરહુમો તેહમીના તથા શાવકશા જમશેદજી ભગવાગરના દીકરા. તે મરહુમો લીલી તથા હોરમસજી કેરાવાલાના જમાઈ. તે બોમી તથા પરવેઝના પિતાજી. તે ફેમી તથા કૈનાઝના સસરાજી. તે મરહુમો નરગીશ માણેક ભેસાન્યા, મહેરૂ નોશીર રાંદેરીયા તથા બખ્તાવર રૂસી બીલીમોર્યાના ભાઈ. (ઉં. આ. વ. ૭૧) તા. ૧૨-૩-૨૩રવિવારે બીલીમોરા ખાતે બહેસ્તનશીન થયા છે. રે. ઠે.: બી/૩૦૫ કદંબ એન્કલેવ, નર્સરી રોડ, ગોહરબાગ, બીલીમોરા-૩૯૬૩૨૧.