પારસી મરણ
શેહરૂ બેહરામ દાદીના તે મરહુમ બેહરામ રૂસ્તમજી દાદીનાના ધણીયાણી. તે મરહુમો માનેકબાઈ તથા ધનમાય ફરદુનજી ફટાકીયાના દીકરી. તે એરવદ રોહીન્ટન બેહરામ દાદીનાના માતાજી. તે નવાઝ રોહીન્ટન દાદીનાના સાસુ. તે શીરીન ને એરવદ સાયરસના બપઈજી. તે ટેહમી નોશીર ફટાકીયા તથા મરહુમ ફ્રેણી અરદેશર કટકીના બહેન. (ઉં.વ. ૯૦). રહેવાનું ઠેકાણું: ૬૮૮/૧૧, બીજે માળ, દીનશાહ માસ્તર રોડ, પારસી કોલોની, દાદર (ઈ.), મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા તા. ૧૬-૩-૨૩ના બપોરે ૩.૪૦ પી.એમ. દાદર મધ્યે રૂસ્તમ ફરામ અગિયારીમાં છે.
જરૂ અદી પરેલવાલા તે મરહુમ અદી ડોસાભાઈ પરેલવાલાના વિધવા. તે મરહુમો કુમા તથા મંચેરશા પેસ્તનજી દસ્તુરના દિકરી. તે મેહર જહાંગીર વાસણીયા, રૂકશાના અદી પરેલવાલા ને ફરઝીન હોરમઝદ આદરીયાનવાલાના માતાજી. તે જહાંગીર જીમી વાસણીયા ને હોરમઝદ સોલી આદરીયાનવાલાના સાસુજી. તે દેલીઝા એન્જીનીયર, કૈયદોખટ ઝૈન, ઝાયરા આદરીયાનવાલા, ફ્રીયા આદરીયાનવાલાના મમઈજી. તે ફીરોઝ દસ્તુર, સીલ્લુ કરકરીયા, ટેહમી પટેલ તથા મરહુમ દોલી દસ્તુરના બહેન. (ઉં.વ. ૮૭). રહેવાનું ઠેકાણું: ૬૦૪ ડી, ખુરશેદ હાઉસ, ફલેટ નં. ૫, પહેલે માળે, લેડી જહાંગીર રોડ, દાદર (ઈ.), મુંબઈ-૪૦૦૦૧૪.